ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : TASTE OF VADODARA ઇવેન્ટના ઘોંઘાટથી રહીશો ત્રસ્ત

VADODARA : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી સત્યનારાયણ લોન્જમાં TASTE OF VADODARA નામનો ઇવેન્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગતરોજથી શરૂ થયેલા ઇવેન્ટ 26 મી તારીખ સુધી ચાલનાર છે. આ ઇવેન્ટમાં મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવાના કારણે આસપાસના રહીશો પરેશાન થયા છે....
06:46 PM May 10, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી સત્યનારાયણ લોન્જમાં TASTE OF VADODARA નામનો ઇવેન્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગતરોજથી શરૂ થયેલા ઇવેન્ટ 26 મી તારીખ સુધી ચાલનાર છે. આ ઇવેન્ટમાં મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવાના કારણે આસપાસના રહીશો પરેશાન થયા છે....

VADODARA : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી સત્યનારાયણ લોન્જમાં TASTE OF VADODARA નામનો ઇવેન્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગતરોજથી શરૂ થયેલા ઇવેન્ટ 26 મી તારીખ સુધી ચાલનાર છે. આ ઇવેન્ટમાં મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવાના કારણે આસપાસના રહીશો પરેશાન થયા છે. અને આ અંગે કાર્યવાહી કરવા માટે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં લેખીતમાં રજુઆત કરવામાં આવી છે. રહીશો જણાવે છે કે, અમારા ઘરના બારી બારણા ધ્રુજી ઉઠ્યા છે. સિનિયર સિટીઝન ઉઘી નથી શકતા. માણસ અંદર રહી નથી શકતો, લોકોના બીપી વધી જાય છે.

તાત્કાલિક કાર્યવાહીની માંગ

વડોદરામાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમોને આવરી લેતા TASTE OF VADODARA ઇવેન્ટની શરૂઆત ગોત્રી વિસ્તારમાં આવેલા સત્યનારાયણ લોન્જમાં કરવામાં આવી છે. આ કાર્યક્રમની શરૂઆતમાં જ લાઉડ સ્પીકરો ઉંચા અવાજે વગાડવામાં આવતા હોવાથી ઘોંઘાટ સર્જાઇ રહ્યો છે. જેને લઇને ખાસ કરીને આસપાસના વિસ્તારોમાં ફ્લેટ્સમાં રહેતા રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘોંઘાટ સર્જનારાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ રહી ન શકે-વાંચી ન શકે

રૂત્વા હાઇટ્સના રહીશ ચંદ્રેશ દવે જણાવે છે કે, લક્ષ્મીપુરા પોલીસ મથક બહાર રૂત્વા હાઇટ્સ, શ્રી પર્લ રેસીડેન્સી, બ્રહ્મા રેસીડેન્સી, યમુના વિહાર લગભગ 400 જેટલા ફ્લેટ્સના રહીશો અહિંયા એકત્ર થયા છીએ. કમીટી મેમ્બર્સ ભેગા થયા છીએ. સત્યનારાયણ લોન્જમાં આજથી શરૂ થનાર ઇવેન્ટ 26 તારીખ સુધી ચાલશે. તેમાં એબનોર્મલ સાઉન્ડ, બિમાર, વિદ્યાર્થીઓ રહી ન શકે-વાંચી ન શકે તેમ માટેની રજુઆત આપી દીધી છે. પરંતુ કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.

ફરિયાદને કાને લીધી નથી

તેમણે ઉમેર્યું કે, 10 વાગ્યા બાદ પણ તેમાં લાઉડ સ્પીકર ચાલુ છે. અને તેનું સાઉન્ડ લેવલ 150-200 ડીબી સુધીનું છે. વિચાર કરો અમારા ઘરના બારી બારણા ધ્રુજી ઉઠ્યા છે. સિનિયર સિટીઝન ઉઘી નથી શકતા. માણસ અંદર રહી નથી શકતો, લોકોના બીપી વધી જાય છે. તેવામાં પોલીસ અમારી ફરિયાદને કાને લીધી નથી. અમે લેખીતમાં આપી છે. તેઓ જણાવે છે કે, તેમની પાસે તેનો રોકવા માટેનો કોઇ ઓર્ડર નથી.

રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે

વધુમાં તેણ જણાવે છે કે, અમે વિનંતી કરીએ છીએ કે, આના સ્પીકર જપ્ત થવા જોઇએ. સરકારની ગાઇડલાઇન અનુસાર સાઉન્ડ લેવલ વધારે છે. અમે કોર્પોરેટરને પણ બોલાવ્યા છે. કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે. જેથી તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે આંદોલન કરવા પ્રેરાયા છે.

આ પણ વાંચો -- VADODARA : હાય ગરમી ! તાપમાન વધતા રોડ પીગળવાનું જારી

Tags :
bycreatedeventforlivingloudnearnuisanceofPeopleSpeakertasteVadodara
Next Article