ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : હપ્તા બાઉન્સ થયાનું જણાવી ગઠિયાઓ બાઇક લઇ ગયા

VADODARA NEWS : વડોદરા (VADODARA NEWS) માં હપ્તા બાઉન્સ થયાનું જણાવીને ગઠિયો સ્ટેશનરી શોપમાં કામ કરતા યુવકનુ બાઇક લઇને રફુચક્કર થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. જેને લઇ યુવકે બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ VADODARA VADODARA જેપી રોડ પોલીસ (JP...
01:24 PM Mar 11, 2024 IST | PARTH PANDYA
VADODARA NEWS : વડોદરા (VADODARA NEWS) માં હપ્તા બાઉન્સ થયાનું જણાવીને ગઠિયો સ્ટેશનરી શોપમાં કામ કરતા યુવકનુ બાઇક લઇને રફુચક્કર થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. જેને લઇ યુવકે બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ VADODARA VADODARA જેપી રોડ પોલીસ (JP...
Representative Image

VADODARA NEWS : વડોદરા (VADODARA NEWS) માં હપ્તા બાઉન્સ થયાનું જણાવીને ગઠિયો સ્ટેશનરી શોપમાં કામ કરતા યુવકનુ બાઇક લઇને રફુચક્કર થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. જેને લઇ યુવકે બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ VADODARA VADODARA જેપી રોડ પોલીસ (JP ROAD POLICE STATION) મથકમાં ફરિયાદ નોંધાવી છે.

યુવક સ્ટેશનરી શોપમાં નોકરી કરે છે

VADODARA જેપી રોડ પોલીસ સ્ટેશનમાં વિષ્ણુકુમાર નાનજીભાઇ પરમાર (ઉં. 27) (રહે. ગોકુલ વાટીકા, ડભોઇ-વારસીયા રીંગ રોડ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કાલાઘોડા ખાતે આવેલી સ્ટેશનરી શોપમાં નોકરી કરે છે. અને સાસુના નામે લીધેલ બાઇકનો ઉપયોગ કરે છે.

બાઇકના હપ્તા હમણાં જ ભરવા પડશે

7 માર્ચે તેઓ બાઇક લઇને ઘરેથી નિકળી દાદીને મળવા માટે મનીષા ચોકડી ગયા હતા. ત્યાં રોડની સાઇડ પર બાઇક ઉભી રાખી હતી. તેવામાં પોણા દસ વાગ્યાના અસરામાં બે અજાણ્યા ઇસમો તેની પાસે આવ્યા અને જણાવ્યું કે, અમે ફાઇનાન્સમાંથી આવીએ છીએ, રીકવરી એજન્ય છીએ. ફોનમાં ફોટો બતાવીને કહ્યું કે, બાઇકના હપ્તા બાઉન્સ થયેલા છે. તે તમારે હમણાં જ ભરવા પડશે. જેથી વિષ્ણુકુમારે કહ્યું કે, હું પૈસાની સગવડ મારા સંબંધીઓ પાસેથી કરું છું. તે પછી તેમણે સાસુ અને બહેનને વારાફરથી ફોન કર્યા હતા. પરંતુ પૈસાની સગવડ થઇ શકી ન હતી.

બાઇક સીઝ થવા અંગે કોઇ કાર્યવાહી ન થઇ હોવાનું જાણ્યું

જે બાદ બે અજાણ્યા ઇસમો બાઇક લઇને જતા રહ્યા હતા. અને વિષ્ણુકુમાર તેમના ઘરે નિકળી ગયા હતા. બીજા દિવસે જ્યાંથી કરજણથી બાઇક ખરીદી ત્યાં જઇને તપાસ કરતા શોરૂમના માણસોએ જણાવ્યું કે, એક હપ્તામાં બાઇક સીઝ થતી નથી. જે બાત તેઓએ બેંકના ગોડાઉનમાં જઇને તપાસ કરતા બાઇક સીઝ થવા અંગે કોઇ કાર્યવાહી ન થઇ હોવાનું જાણ્યું હતું. આખરે તેઓની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું ધ્યાને આવતા જેપીરોડ પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કેમ કર્યો ચૂંટ

આ પણ વાંચો-----Botad Police : બોટાદ પોલીસની સરાહનીય કામગીરી ણી લડવાનો ઇન્કાર..? વાંચો

આ પણ વાંચો--- Dr. Vaishali Joshi case : PI બી.કે. ખાચરની વધી શકે છે મુશ્કેલીઓ! નોંધાઈ શકે છે દુષ્પ્રેરણાની ફરિયાદ

Tags :
bikebounceinstallmentReasontheftthugVadodara
Next Article