Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભારદારી વાહનો પર પોલીસની મોટી કાર્યવાહી

VADODARA : વડોદરામાં ભારદારી વાહનો પર ટ્રાફિક પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં સામે આવ્યું છે. સયાજીગંજ વિસ્તાર (SAYAJIGUNJ) માં આવેલી જગ્યામાં ભારદારી વાહનો સહિત ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બુલેટ પણ મોટી સંખ્યમાં ડિટેઇન કરી મુકવામાં આવ્યા છે. જેને લઇને ટ્રાફિકના નિયમોનું...
vadodara   ભારદારી વાહનો પર પોલીસની મોટી કાર્યવાહી
Advertisement

VADODARA : વડોદરામાં ભારદારી વાહનો પર ટ્રાફિક પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં સામે આવ્યું છે. સયાજીગંજ વિસ્તાર (SAYAJIGUNJ) માં આવેલી જગ્યામાં ભારદારી વાહનો સહિત ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બુલેટ પણ મોટી સંખ્યમાં ડિટેઇન કરી મુકવામાં આવ્યા છે. જેને લઇને ટ્રાફિકના નિયમોનું (TRAFFIC RULES) ઉલ્લંઘન કરનારાઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે.

ભારદારી વાહનો નિયમોને ઘોળી પી જઇ પ્રવેશ કરતા

વડોદરા શહેર-જિલ્લામાં ભારદારી વાહનોની અડફેટે અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને લઇને ભારદારી વાહનોના શહેરમાં પ્રવેશ પર સમયની પાબંધી લાગુ કરવામાં આવી છે. છતાં કેટલાક ડમ્પર, મિક્ચર મશીન સહિતના ભારદારી વાહનો નિયમોને ઘોળી પી જઇ ગમે તે સમયે પ્રવેશ લઇ ફરતા જોવા મળે છે. આજે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આવા ભારદારી વાહનો પર મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે.

Advertisement

વાહનો મુકવાની જગ્યા ખુટી

ટ્રાફિક પોલીસ દ્વારા સયાજીગંજમાં આવેલા વાહન મુકવાની જગ્યાએ અસંખ્યા ભારદારી વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. આ તમામ વાહનોની પોલીસ કાર્યવાહીમાં ડિટેઇન કરવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા બોલાવવામાં આવેલા સપાટાને પગલે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે. તો બીજી તરફ સયાજીગંજમાં વાહનો મુકવાની જગ્યા ખુટી પડતા ભારદારી વાહનોને રસ્તાની બાજુમાં સલામત રીતે ડિટેઇન કરીને મુકવાની ફરજ પડી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

ટ્રાફિક પોલીસની ચોતરફથી સરાહના

બીજી તરફ વડોદરા પોલીસ દ્વારા ધ્વનિ પ્રદુષણ ફેલાવતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઇને સાયલન્સરમાંથી મોટો અવાજ કાઢતા વાહનો પણ મોટી સંખ્યામાં ડિટેઇન કરીને સયાજીગંજ ખાતે મુકવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ કાર્યવાહીને લઇને ટ્રાફિક પોલીસની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે.

આવનાર સમયમાં પણ અસરકારક કામગીરી જરૂરી

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારદારી વાહનોને લઇને અત્યાર સુધીમાં અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. જેને ધ્યાને લઇને ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી સમયાંતરે કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે આવા પોલીસના નિયમોને ઘોળી પી જનારા તત્વો સામે આવનાર સમયમાં કેટલી અસરકારક કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : હેરાનગતિની વાત સગાંને કહેતા કળિયુગી વહુએ સાસુને ગર્દન પકડી માર માર્યો

Tags :
Advertisement

.

×