ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : વિજ થાંભલામાંથી કરંટ લાગતા બે પશુના મોત

VADODARA : વડોદરા (VADODARA) ના વાસણા ફાયર બ્રિગેડથી બંસલ મોલ તરફ જવાના રસ્તે આવતા પેટ્રોલપંપની ગલીમાં આવેલા થાંભલામાં વિજ કરંટ ઉતરપા બે પશુના મોત થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઇ રાહદારીનો પણ જીવ જાય તેવી શક્યતાઓ નકારી શકાય...
02:20 PM Jul 04, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના વાસણા ફાયર બ્રિગેડથી બંસલ મોલ તરફ જવાના રસ્તે આવતા પેટ્રોલપંપની ગલીમાં આવેલા થાંભલામાં વિજ કરંટ ઉતરપા બે પશુના મોત થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઇ રાહદારીનો પણ જીવ જાય તેવી શક્યતાઓ નકારી શકાય...

VADODARA : વડોદરા (VADODARA) ના વાસણા ફાયર બ્રિગેડથી બંસલ મોલ તરફ જવાના રસ્તે આવતા પેટ્રોલપંપની ગલીમાં આવેલા થાંભલામાં વિજ કરંટ ઉતરપા બે પશુના મોત થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઇ રાહદારીનો પણ જીવ જાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે વિજ કંપની દ્વારા આ મામલે ત્વરીત કાર્યવાહી કરીને કરંટ ઉતરતો બંધ કરાવવા માટેની માંગ કરવામાં આવી છે. સાથે જ આ પ્રકારની બેદરકારી દાખવવાની ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી છે.

બે ભેંસના મોત

વડોદરામાં પાલિકા તંત્ર પ્રિમોન્સૂન કામગીરીમાં નિષ્ફળ નિવડ્યું હોવાની સાબિતી આપતી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક વખત આવી જ એક ઘટના સામે આવવા પામી છે. શહેરના વાસણા ફાયર બ્રિગેડથી બંસલ મોલ તરફ જવાના રસ્તે આવતા પેટ્રોલપંપની ગલીમાં આવેલા થાંભલામાં વિજ કરંટ ઉતરપા બે ભેંસના મોત થયાની ઘટના સામે આવી છે. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

કડક કાર્યવાહીની લોકમાંગ

ભેંસની જગ્યાએ કોઇ રાહદારીનો પણ આ ઘટનામાં જીવ જવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આવી ગંભીર બેદરકારી દાખવનારાઓ સામે કડક હાથે કાર્યવાહીની લોકમાંગ ઉઠવા પામી છે. શહેરમાં પાલિકા અને વિજ કંપની બંને દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે વિજ કંપની દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે હવે શંકા ઉઠી રહી છે. અને આ પ્રકારની ઘટનાનું ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તેની ખાસ કાળજી રાખીને વધુ કામગીરી હાથ ધરવી જોઇએ, તેવો લોકોમાં ગણગણાટ છે.

આ પણ વાંચો -- VADODARA : ખખડધજ્જ BSUP ના મકાનનો સ્લેબ તુટતા ઇજાગ્રસ્ત વૃદ્ધાનું મોત

Tags :
AngrybuffalosdueElectricityLifelostPeoplepollspark fromTwoVadodara
Next Article