ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સગીર દ્વારા અકસ્માત મામલે પિતાની અટકાયત

VADODARA : શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથક (LAKSHMIPURA POLICE STATION – VADODARA) હદ વિસ્તારમાં 8 માર્ચ, 24 ના રોજ અકસ્માતની ઘટના બની હતી. જેમાં નોકરી પરથી પરત ફરી રહેલી નેન્સી બાવીશીને સ્પોર્ટસ બાઇકના ચાલક દ્વારા ટી આકારે ટક્કર મારવામાં આવી હતી....
05:20 PM May 30, 2024 IST | PARTH PANDYA
VADODARA : શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથક (LAKSHMIPURA POLICE STATION – VADODARA) હદ વિસ્તારમાં 8 માર્ચ, 24 ના રોજ અકસ્માતની ઘટના બની હતી. જેમાં નોકરી પરથી પરત ફરી રહેલી નેન્સી બાવીશીને સ્પોર્ટસ બાઇકના ચાલક દ્વારા ટી આકારે ટક્કર મારવામાં આવી હતી....

VADODARA : શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથક (LAKSHMIPURA POLICE STATION – VADODARA) હદ વિસ્તારમાં 8 માર્ચ, 24 ના રોજ અકસ્માતની ઘટના બની હતી. જેમાં નોકરી પરથી પરત ફરી રહેલી નેન્સી બાવીશીને સ્પોર્ટસ બાઇકના ચાલક દ્વારા ટી આકારે ટક્કર મારવામાં આવી હતી. જેમાં નેન્સીને અતિગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યાર બાદથી તે કોમામાં છે. આ મામલે મીડિયા અહેવાલ બાદ પોલીસ જાગી હતી.  ગતરોજ મામલાની તપાસ અંગે જાણકારી આપવા માટે એસીપી આર.ડી. કવા દ્વાા પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં સમગ્ર મામલે સગીર આરોપીના પિતાની મામલે બેદરકારી જણાતા તેમની અટકાયત કરવામાં આવી છે. અને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

41 એ મુજબ નોટીસ પાઠવવામાં આવી

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, 8 માર્ચ, 24 ના રોજ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં અકસ્માતની ઘટના બની હતી. ભોગબનનાર નેન્સીબેન બાવીસી ગોત્રી રોડ પર રહેતા હતા. તેઓ ટુ વ્હીલર નોકરી પરથી પરત આવી રહ્યા હતા, ત્યારે સ્પોર્ટસ બાઇકના સગીર ચાલક દ્વારા ટી આકારે અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જેમાં નેન્સીબેન પડી ગયા હતા, અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. આ અનુસંધાને પોલીસ કાર્યવાહીમાં સગીર આરોપી પણ હોસ્પિટલાઇઝ્ડ હતો. આરોપી સગીર હોવાથી જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં આરોપી માઇનોર હોવાથી 41 એ મુજબ નોટીસ પાઠવવામાં આવી હતી.

પિતાની બેદરકારી સામે આવી

આ મામલે 85 દિવસથી વધુ સમય વિતી ગયા બાદ ACP દ્વારા ગતરોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તપાસ અંગેની માહિતી આપવામાં આવી હતી. જે બાદ મોડી સાંજે આ સગીર આરોપીના પિતાની બેદરકારી સામે આવતા તેમની અટકાયત કરવામાં આવી છે. સુત્રો જણાવી રહ્યા છે કે, પોલીસ દ્વારા હજીસુધી આરોપીની સ્પોર્ટસ બાઇક જપ્ત કરવામાં આવી નથી. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો -- VADODARA : પોલીસ કમિશનરના નિવાસ સ્થાન નજીક સનસનાટીભરી લૂંટ

Tags :
AccidentAGEboybydetainedfatherpoliceunderVadodara
Next Article