ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : વાહકજન્ય રોગ નિયંત્રણ ઝુંબેશમાં 14 લાખ લોકોને આવરી લેવાયા

VADODARA : ભારતમાં હાલ સીઝનલ ફ્લુની સાથે બીજી અન્ય બીમારીઓ જેવી કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકુનગુનીયા જેવા વાહકજન્ય રોગ (Vector Borne Diseases Control) પણ જોવા મળ્યા છે. ડેન્ગ્યુ અને ચિકુનગુનીયા જે એડીસ ઈજિપ્તી માદા મચ્છરથી ફેલાય છે. આ મચ્છર ઘરમાં કે...
06:29 PM May 23, 2024 IST | PARTH PANDYA
VADODARA : ભારતમાં હાલ સીઝનલ ફ્લુની સાથે બીજી અન્ય બીમારીઓ જેવી કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકુનગુનીયા જેવા વાહકજન્ય રોગ (Vector Borne Diseases Control) પણ જોવા મળ્યા છે. ડેન્ગ્યુ અને ચિકુનગુનીયા જે એડીસ ઈજિપ્તી માદા મચ્છરથી ફેલાય છે. આ મચ્છર ઘરમાં કે...

VADODARA : ભારતમાં હાલ સીઝનલ ફ્લુની સાથે બીજી અન્ય બીમારીઓ જેવી કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકુનગુનીયા જેવા વાહકજન્ય રોગ (Vector Borne Diseases Control) પણ જોવા મળ્યા છે. ડેન્ગ્યુ અને ચિકુનગુનીયા જે એડીસ ઈજિપ્તી માદા મચ્છરથી ફેલાય છે. આ મચ્છર ઘરમાં કે ઘ૨ની આસપાસ ભરાતા ચોખ્ખા બંધિયાર પાણીમાં જ ઉત્પન્ન થાય છે અને તે દિવસે કરડે છે. ડેન્ગ્યુ રોગમાં સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુખાવો થાય, હાથ અને ચહેરા પ૨ ચકામાં પડે, નાક મોં તેમજ પેઢામાંથી લોહી પડે જેવા લક્ષણો જોવા મળે છે.ડેન્ગ્યુ રોગની કોઇ સચોટ દવા ઉપલબ્ધ નથી. મેલેરીયા જે એનોફિલિસ માદા મચ્છરથી ફેલાય છે. આ મચ્છર ઘરની બહાર સંચિત પાણીમાં ઉત્પન્ન થાય છે અને તે રાત્રે કરડે છે. મેલેરીયા રોગમાં ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે, માથામાં દુખાવો થાય, શરી૨માં કળતર થાય, ઉલ્ટી ઉબકા થાય જેવા લક્ષણો જોવા મળે છે. જેમાં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર,સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કાર્યક૨નો સંપર્ક કરી લોહીની તપાસ કરાવી મેલેરીયાની સારવાર કરાવી શકાય છે.

દ્વિતિય રાઉન્ડ શરૂ થશે

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લામાં હાઉસ ટુ હાઉસના પ્રથમ રાઉન્ડ દ૨મ્યાન સર્વેલન્સ ક૨ાવામાં આવ્યું હતુ.જેમાં સર્વેલન્સ દ૨મ્યાન કુલ ૧૫,૦૮,૦૨૯ વસ્તીમાંથી ૧૪,૫૮,૨૦પ વસ્તી, ૩૦,૦૮૪૩ ઘરો આવરી લીધા હતા. આ સર્વેલન્સ દરમ્યાન કુલ વસ્તીના ૯૬.૭૦% વસ્તી આવરી લેવામાં આવી હતી. જિલ્લામાં ફરીથી હાઉસ ટુ હાઉસના દ્વિતીય રાઉન્ડની કામગીરી તા. ૩૦.૦૫.૨૦૨૪ દરમ્યાન કરવામાં આવનાર છે.

જનજાગૃતિ લાવવા માટે આરોગ્ય શિક્ષણ

વડોદરા ગ્રામ્યના આરોગ્ય કર્મચારીઓ જેવા કે MPHW, FHW, આશા કાર્યકરો વાહકજન્ય રોગની કામગીરી કરી રહ્યા છે. આ કામગીરીમાં આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે મુલાકાત લઇને તાવના કેસોની શોધખોળ, મચ્છર સ્થાનોની મોજણી કરી પોરાનાશક કામગીરી તથા બેનર્સ, પોસ્ટર, પત્રિકાઓ મારફતે જનજાગૃતિ લાવવા માટે આરોગ્ય શિક્ષણ આપી રહ્યા છે. કોઈપણ ગામમાં મેલેરીયા, ડેન્ગ્યુ કે ચિકુનગુનિયાનો એક પણ કેસ નોંધાય તો તુરંત જ તે વિસ્તારમાં ત્રણ દિવસ ઘનિષ્ઠ સર્વેલન્સ, પોરાનાશક કામગીરી તથા ફોગીંગની કામગીરી શરૂ ક૨વામાં આવે છે.

આ પણ વાંચો -- VADODARA : હીટવેવને લઇ લોકજાગૃતિ માટે પબ્લિક એનાઉન્સમેન્ટનો સહારો

Tags :
BorneControlcoveringdiseasesHugeinitiativepopulationUnderwayVadodaraVector
Next Article