Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

vadodara : CMOનો નકલી ઑફિસર બનીને રોફ જમાવતો ઠગ વિરાજ પટેલ ફરાર, બે પોલીસ કર્મીને કરાયા સસ્પેન્ડ

વડોદરામાં નકલી CMO વિરાજ પટેલ કોર્ટમાંથી ફરાર થયો છે. જેમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થતા પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે. ત્યારે ફરજમાં બેદરકારી દાખતા 2 પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે. તેમાં ઈન્ચાર્જ PSI એન.એ.પાટીલ, કોન્સ્ટેબલ હિતેન્દ્રને સસ્પેન્ડ કરી પોલીસ કમિશનરને તપાસના આદેશ આપ્યા...
vadodara   cmoનો નકલી ઑફિસર બનીને રોફ જમાવતો ઠગ વિરાજ પટેલ ફરાર  બે પોલીસ કર્મીને કરાયા સસ્પેન્ડ
Advertisement

વડોદરામાં નકલી CMO વિરાજ પટેલ કોર્ટમાંથી ફરાર થયો છે. જેમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થતા પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે. ત્યારે ફરજમાં બેદરકારી દાખતા 2 પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે. તેમાં ઈન્ચાર્જ PSI એન.એ.પાટીલ, કોન્સ્ટેબલ હિતેન્દ્રને સસ્પેન્ડ કરી પોલીસ કમિશનરને તપાસના આદેશ આપ્યા છે.

Advertisement

વિરાજ જાપ્તામાંથી ફરાર થતા બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ

Advertisement

સીએમનો રોફ જમાવનાર વિરાજ જાપ્તામાંથી ફરાર થતા બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે સમગ્ર મામલાની ઊંડાણ પૂર્વક તપાસના આદેશ કર્યા છે. સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આરોપી ફરાર થઇ ગયા પછી પણ જવાબદાર પોલીસકર્મીઓને તેની ગંધ પણ ન આવી. મુદત હોવાથી વિરાજ પટેલને 25 આરોપી સાથે વડોદરાની કોર્ટમાં રજૂ કરાયો હતો. મુદત બાદ તમામ આરોપીઓ પરત આવ્યા હતા, પરંતુ વિરાજ ન દેખાતા પોલીસ દોડતી થઇ ગઇ છે.

રિમાન્ડ પૂર્ણ થતાં વિરાજ પટેલને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલાયો

30 એપ્રિલના રોજ વડોદરાની ગોત્રી પોલીસે વિરાજ પટેલની દુષ્કર્મ અને ઠગાઇના કેસમાં ધરપકડ કરી હતી, રિમાન્ડ પૂર્ણ થતાં વિરાજ પટેલને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલાયો હતો. જ્યાં મુદત હોવાથી વિરાજ સહિત અન્ય 25 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. ચુસ્ત પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં રજૂ કરાયા બાદ, અન્ય તમામ 24 આરોપીઓ પરત લવાયા. જોકે વિરાજ પટેલ ગાયબ હોવાથી તપાસ કરતા મામલો પ્રકાશમાં આવ્યો છે.

 ગુજરાત યુનિવર્સિટી, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા

મહત્વનું છે કે છેતરપિંડી અને દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ વિરાજ પટેલને સેન્ટ્રલ જેલમાં રખાયો હતો. તેણ ગિફ્ટ સિટીના પ્રમુખની ઓળખ આપી મુંબઈની મોડલને ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તેણે 2020માં રાજનેતાના ભાણાની ઓળખ આપી ઠગાઇનો પ્રયાસ કર્યો હતો. આગ્રાના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને ઠગવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષ 2016માં ઉજ્જૈનના MLA મોહન યાદવ સાથે ઠગાઈ કરી હતી. તે MLA મોહન યાદવ સાથે ઠગાઈના કેસમાં જેલમાં પણ ગયો હતો. તો મુંબઇની યુવતીને ગિફ્ટ સિટી માટે મોડલિંગના નામે ફસાવી હોવાનો પણ એક ગુનો દાખલ થયેલો છે, વિરાજ પટેલ વિરૂદ્ધ અમદાવાદના કાગડાપીઠ, ગુજરાત યુનિવર્સિટી, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.

આ  પણ  વાંચો -દિવાળી વેકેશનમાં પ્રવાસીઓની પસંદ બન્યું કેવડીયા

Tags :
Advertisement

.

×