Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સ્લેટ-પેન પકડવાની ઉંમરે બાળકના હાથમાં બાઇકનું સ્ટીયરિંગ

VADODARA : વડોદરા (VADODARA) માં બાળકને સ્લેટ અને પેન પકડાવવાની ઉંમરે બાઇકનું સ્ટીયરીંગ પકડાવી દેવામાં આવ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) વર્તુળમાં ભારે વાયરલ (VIRAL) થઇ રહ્યો છે. આ વિડીયોમાં બાળક સહિત ચાર લોકોએ બાઇક સવારી કરી હોવાનું જોવા...
vadodara   સ્લેટ પેન પકડવાની ઉંમરે બાળકના હાથમાં બાઇકનું સ્ટીયરિંગ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં બાળકને સ્લેટ અને પેન પકડાવવાની ઉંમરે બાઇકનું સ્ટીયરીંગ પકડાવી દેવામાં આવ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) વર્તુળમાં ભારે વાયરલ (VIRAL) થઇ રહ્યો છે. આ વિડીયોમાં બાળક સહિત ચાર લોકોએ બાઇક સવારી કરી હોવાનું જોવા મળી રહ્યું છે. સાથે જ પેટ્રોલની ટાંકી પર બાળકને બેસાડવામાં આવ્યું છે, અને ચાલુ બાઇકે તેના હાથમાં સ્ટીયરિંગ સોંપવામાં આવ્યું છે. જેને લઇને આ પ્રકારનું જોખમ લેનારા સામે સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે.

લોકો કોઇ પણ રીસ્ક લેવા તૈયાર છે

આપણે ઇન્ટરનેટના જમાનામાં જીવી રહ્યા છીએ. ઇન્ટરનેટ આપણા જીવનનો મહત્વનો ભાગ બનીને રહી ગયું છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં રીલનું નવું ચલણ વધ્યું છે. જેમાં વાયરલ થતા જ ગણતરીના સમયમાં માણસ ફેમસ થઇ જાય છે. આમ સોશિયલ મીડિયામાં વાયરલ રીલ બનાવવા માટે હવે લોકો કોઇ પણ રીસ્ક લેવા તૈયાર છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક રીલ વાયરલ થઇ રહી છે. જેમાં બાળક સહિત ચાર લોકો બાઇક પર જઇ રહ્યા છે.

Advertisement

વિડીયો ભારે વાયરલ

દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં જાણીતું કોમ્પલેક્ષ આવતા ચાલક ચાલુ બાઇકે સ્ટીયરિંગ બાળકના હાથમાં સોંપી દે છે. અને કેટલીક સેકંડો સુધી બાળક જ બાઇકની દિશા નક્કી કરતો હોવાનું જોવા મળી રહ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. જેમાં લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કેટકેટલા રિસ્ક લેવા તૈયાર છે, તેનો અંદાજો આ વિડીયો પરથી લગાડી શકાય છે.

Advertisement

શખ્સને પકડી પાડવા માટે ચક્રોગતિમાન

સુત્રો જણાવી રહ્યા છે કે, આ વિડીયો પોલીસ સુધી પણ પહોંચ્યો છે. અને પોલીસે વિડીયોમાં ગંભીર બેદરકારી દાખવનાર શખ્સને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. હવે આ મામલે કેટલા સમયમાં પોલીસ બેજવાબદારો સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : સ્થાનિકોનો પ્રચાર ફિક્કો પાડે તેવી જમાવટ કરી રવિંન્દ્રસિંહ ભાટીએ વોટ માંગ્યા

Tags :
Advertisement

.

×