ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પાલિકાએ ભર ઉનાળે ગોત્રીમાં ચોમાસાની યાદ અપાવી

VADODARA : વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાલિકા તંત્રની બેદરકારીને લઇને સ્થાનિકોને ભર ઉનાળે ચોમાસાની યાદ આવી ગઇ છે. ગોત્રી વિસ્તારના હરીનગર ચાર રસ્તા પાસે આવેલી સારાભાઇ સોસાયટી સામેના રસ્તા પરથી પસાર થતી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેને લઇને લાખો લીટર...
06:07 PM May 18, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાલિકા તંત્રની બેદરકારીને લઇને સ્થાનિકોને ભર ઉનાળે ચોમાસાની યાદ આવી ગઇ છે. ગોત્રી વિસ્તારના હરીનગર ચાર રસ્તા પાસે આવેલી સારાભાઇ સોસાયટી સામેના રસ્તા પરથી પસાર થતી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેને લઇને લાખો લીટર...

VADODARA : વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાલિકા તંત્રની બેદરકારીને લઇને સ્થાનિકોને ભર ઉનાળે ચોમાસાની યાદ આવી ગઇ છે. ગોત્રી વિસ્તારના હરીનગર ચાર રસ્તા પાસે આવેલી સારાભાઇ સોસાયટી સામેના રસ્તા પરથી પસાર થતી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેને લઇને લાખો લીટર પાણી વહી જવા પામ્યું છે. સામાન્ય રીતે રોડ-રસ્તા પર પાણી ચોમાસાની રુતુમાં સર્વત્ર જોવા મળતું હોય છે. પરંતુ પાલિકા તંત્ર દ્વારા લીકેજનું મરમ્મત કરવામાં નહિ આવતા લોકોને ભર ઉનાળે, ચોમાસાનો અહેસાસ થવા પામ્યો છે.

લાખો લીટર પાણી વહી જવા પામ્યું

વડોદરામાં ભરઉનાળે રેકોર્ડ તોડ ગરમી પડી રહી છે. અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ સામે આવ્યો છે. સેંકડો રહીશો પોતાની પાણીની જરૂરીયાતને લઇને જગ અથવા તો ટેન્કર પર નિર્ભર બન્યા છે. ત્યારે શહેરના ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયુ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાલિકા તંત્ર દ્વારા લીકેજનું મરમ્મત નહિ કરતા લાખો લીટર પાણી વહી જવા પામ્યું છે. અને વિસ્તારના લોકો ભર ઉનાળે ચોમાસા જેવી લાગણી અનુભવી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

સત્વરે અટકાવવો જોઇએ

સ્થાનિકના જણાવ્યા પ્રમાણે, જે જગ્યાએ લીકેજ થયું છે, ત્યાં રોડ પરનો સહેજ ભાગ ઉપસી આવ્યો છે. પાણીનો મોટી માત્રામાં વ્યવય થઇ રહ્યો છે. જેને પાલિકા તંત્ર દ્વારા સત્વરે અટકાવવો જોઇએ. અને પાલિકા તંત્ર દ્વારા પાણીના લિકેજની કોઇ પણ સમસ્યાનો ગણતરીના સમયમાં જ ઉકેલ આવે તેવા પ્રયાસો હાથ ધરવા જોઇએ.

પાણી વેડફાતુ રહેશે

આ ઘટના સામે આવ્યા બાદ પાલિકા તંત્ર કેટલા સમયમાં લિકેજને લઇને કામગીરી કરે છે તે જોવું રહ્યું. ત્યાં સુધી લાઇનમાંથી પાણી વેડફાતુ રહેશે. જ્યાં પાણીની જરૂર છે ત્યાં નહિ પહોંચાડી શકાય, અને જ્યા નથી ત્યાં રસ્તા પર વહેશે.

આ પણ વાંચો -- VADODARA : સોસાયટીમાં પાર્ક કરેલી કાર સળગી ઉઠી

Tags :
ActionbrokenLinenooverRoadspilltakenVadodaraVMCwastagewater
Next Article