ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ગંદકી કરતી બિરીયાની શોપ સીલ કરાઇ

VMC: વડોદરા (VADODARA) માં જાહેરમાં કચરાનો નિકાલ કરી ગંદકી ફેલાવનારા તત્વો સામે VMC દ્વારા કડક હાથે કાર્યવાહી કરી રહી હોવાનું સામે આવ્યું છે. આજે પાલિકા (VMC) ની ટીમ દ્વારા શહેરના જેતલપુર બ્રિજ નીચે આવેલી બિરીયાની શોપને સીલ મારી દેવામાં આવી...
01:13 PM Mar 14, 2024 IST | PARTH PANDYA
VMC: વડોદરા (VADODARA) માં જાહેરમાં કચરાનો નિકાલ કરી ગંદકી ફેલાવનારા તત્વો સામે VMC દ્વારા કડક હાથે કાર્યવાહી કરી રહી હોવાનું સામે આવ્યું છે. આજે પાલિકા (VMC) ની ટીમ દ્વારા શહેરના જેતલપુર બ્રિજ નીચે આવેલી બિરીયાની શોપને સીલ મારી દેવામાં આવી...

VMC: વડોદરા (VADODARA) માં જાહેરમાં કચરાનો નિકાલ કરી ગંદકી ફેલાવનારા તત્વો સામે VMC દ્વારા કડક હાથે કાર્યવાહી કરી રહી હોવાનું સામે આવ્યું છે. આજે પાલિકા (VMC) ની ટીમ દ્વારા શહેરના જેતલપુર બ્રિજ નીચે આવેલી બિરીયાની શોપને સીલ મારી દેવામાં આવી છે. આ સાથે જ સંચાલકને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્વચ્છતાને લઇને પાલિકાની કડકાઇની લોકોમાં સરાહના થઇ રહી છે.

સ્વચ્છતાને લઇને પાલિકાની કડકાઇ જારી

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સ્વચ્છચતા સર્વેક્ષણના રિપોર્ટ કાર્ડમાં વડોદરા વધુ પાછળના ક્રમાંકે ધકેલાયું હતું. જે બાદ શહેરમાં સ્વચ્છતાને લઇને તંત્ર દ્વારા જરૂરી કડકાઇ દાખવવામાં આવતી હોવાનું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી ચાઇનીઝ રેસ્ટોરેન્ટનો કર્મચારી જેતલપુર બ્રિજ નીચે કચરાનો નિકાલ કરતો ઝડપાયો હતો. જે બાદ પાલિકા તંત્ર દ્વારા રેસ્ટોરેન્ટ સીલ કરી સંચાલકને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરી બાદ પણ સ્વચ્છતાને લઇને પાલિકાની કડકાઇ જારી છે. આજે પાલિકા દ્વારા જેતલપુર બ્રિજ નીચે આવેલી ચિકમ દમ બિરીયાની શોપના સંસાચલો દ્વારા કચરાનો અયોગ્ય નિકાલ કરાતા શોપ સીલ મારી દેવામાં આવી છે.

કડક કાર્યવાહીના ભાગરૂપે શોપને સીલ મારી દેવામાં આવ્યું

પાલિકાના ડે. કમિ. સુરેશ તુવેર જણાવે છે કે, આજે વોર્ડ - 8 ના જેતલપુર બ્રિજ નીચે બિરીયાની શોપ આવેલી છે. તેઓ જાહેરમાં કચરો નાંખતા પકડાઇ ગયા છે. તેમની સામે કડક કાર્યવાહીના ભાગરૂપે શોપને સીલ મારી દેવામાં આવ્યું છે. આ સાથે જ બિરીયાની શોપ સંચાલકને રૂ. 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. જેની ભરપાઇ બાદ શોપનું સીલ ખોલવામાં આવશે. જે હોટલ-રેસ્ટોરેન્ટના માલિક અથવાતો કર્મચારી જાહેરમાં કચરાનો નિકાલ કરી જાહેર હિતને નુકશાન થાય તે રીતે ગંદકી કરવામાં આવશે. તો તેમની સામે કડક કાર્યવાહી કરી જગ્યાને સીલ પણ કરી દેવામાં આવશે. તમામ નાગરીકોને વિનંતી છે કે, કચરાને કચરાપેટીમાં નાંખો અથવા ડોર-ટુ-ડોરની ગાડીમાં નાંખો. તે સંબંધિત કોઇ સમસ્યા હોય તો વોર્ડની કચેરીમાં જાણ કરો. કચરો ગમે ત્યાં નાંખશો નહિ.

પાલિકાની નોટીસમાં નીચે મુજબનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

ગઇ રાત્રે આપના જેતલપુર બ્રિજ નીચેના રેસ્ટોરેન્ટનો વધેલો ખોરાક તથા હોટેલ વેસ્ટ નાંખી ગંદકી કરવામાં આવેલ છે. જે વડોદરા મહાનગર પાલિકાના અધિકારી દ્વારા પકડી પાડવામાં આવેલ છે. તમોને કચરાનો નિકાલ યોગ્ય રીતે કરવો જોઇએ તેની સમજ હોવા છતા જાહેરમાં કચરો નાંખી જાહેર આરોગ્યને નુકશાન થાય તેવું કૃત્ય કરેલું છે. જેથી તમોએ ધી જીપીએમસી એક્ટ 1949 પરિશિષ્ઠ ક ના પ્રકરણ 14 3 ની વિવિધ જોગવાઇઓનો ભંગ કરે છે. તમોએ રૂ. 10 હજારનો દંડ વસુલ કરવા માટે હુકમ કરવામાં આવે છે. તથા આજરોજ રેસ્ટોરેન્ટ સીલ કરવામાં આવે છે. આ સીલ વોર્ડ ઓફિસરની પરવાનગી સિવાય ખોલવું નહિ. અન્યથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો --VADODARA : શહેરના જૂના મોબાઇલ માર્કેટમાં પાલિકાનો સરવે

Tags :
Finein cleanlinesslackoverRestaurantSealshopSlaptoVadodaraVMC
Next Article