Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રામ નામ લખેલી ચાદર વડે યુવકે જીવન ટુંકાવ્યું

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સ્મશાનમાં લીમડાના ઝાડની ડાળીએ યુવકે રામ નામ લખેલી પીળા કલરની ચાદર વડે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. સામાન્ય રીતે આ ચાદરનો ઉપયોગ સ્મથાનમાં અંતિમ વિધી માટે કરવામાં આવે છે. આ ઘટના અંગે લોકોને જાણ...
vadodara   રામ નામ લખેલી ચાદર વડે યુવકે જીવન ટુંકાવ્યું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સ્મશાનમાં લીમડાના ઝાડની ડાળીએ યુવકે રામ નામ લખેલી પીળા કલરની ચાદર વડે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. સામાન્ય રીતે આ ચાદરનો ઉપયોગ સ્મથાનમાં અંતિમ વિધી માટે કરવામાં આવે છે. આ ઘટના અંગે લોકોને જાણ થતા તાત્કાલીર જરોદ પોલીસને માહિતી આપવામાં આવી છે. ત્યાર બાદ જરોદ પોલીસ મથકના જવાનોએ સ્થળ પર આવીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને બીજી તરફ મૃતક દ્વારા જીવનનું અંતિમ પગલું ભરવા અંગેના કારણો જાણવા પોલીસ કામે લાગી છે.

મોત વ્હાલુ કર્યું

વડોદરા પાસે આવેલા વાઘોડિયાના ભાણીયારામાં રાજ એન્ટરપ્રાઇમઝમાં કાળુભાઇ કરશનભાઇ રાઠોડીયા (ઉં. 35) રહેતા હતા. તેઓ મજૂરીકામ કરીને જીવન ગુજારતા હતા. તાજેતરમાં સવારે 8 વાગ્યાના પહેલા ભાણીયારા ગામના સ્મશાનમાં તેમને મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકે ભાણીયારા ગામના સ્મશાનમાં લીમડાના ઝાડની ડાળીએ, સ્મશાનમાં અંતિમવિધીમાં વપરાતી રામ નામ લખેલી પીળા કલરની ચાદર વડે ગળે ફાંસો ખાઇને મોત વ્હાલુ કર્યું હતું. આ ઘટના અંગે મહેશભાઇ અમરતભાઇ તડવી એ જરોદ પોલીસ મથકમાં જાણ કરી હતી.

Advertisement

વધુ કાર્યવાહી હાથ ધરી

કાળુભાઇ કરશનભાઇ રાઠોડીયાએ મોત વ્હાલુ કરતા પરિજનો-મિત્રવર્તુળમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. જરોદ પોલીસને આ અંગે જાણ થતા જ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જરોદ પોલીસ મથક દ્વારા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ મહેન્દ્રસિંહને વધુ તપાસ સોંપી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : મોડી રાત્રે કાર ફરી વળતા ફૂટપાથ પર રહેતા શખ્સનું મોત

Tags :
Advertisement

.

×