ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : યુવકે ઘરમાં અંતિમ પગલું ભર્યું, ફોઇએ બારીમાંથી જોતા ધ્રાસ્કો પડ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના દાંડિયા બજાર વિસ્તારમાં આજે યુુવકે ઘરમાં પંખા પર ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. આ ઘટના સમયે યુવકના ફોઇ તેને જમવા માટે બોલાવવા આવ્યા હતા. દરમિયાન અંદરથી કોઇ જવાબ નહી મળતા તેમણે બારીમાંથી અંદર જોયું...
11:26 PM Jun 03, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના દાંડિયા બજાર વિસ્તારમાં આજે યુુવકે ઘરમાં પંખા પર ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. આ ઘટના સમયે યુવકના ફોઇ તેને જમવા માટે બોલાવવા આવ્યા હતા. દરમિયાન અંદરથી કોઇ જવાબ નહી મળતા તેમણે બારીમાંથી અંદર જોયું...

VADODARA : વડોદરા (VADODARA) ના દાંડિયા બજાર વિસ્તારમાં આજે યુુવકે ઘરમાં પંખા પર ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. આ ઘટના સમયે યુવકના ફોઇ તેને જમવા માટે બોલાવવા આવ્યા હતા. દરમિયાન અંદરથી કોઇ જવાબ નહી મળતા તેમણે બારીમાંથી અંદર જોયું હતું. જે બદ તેમને ધ્રાસ્કો પડ્યો હતો. આ ઘટના અંગે આસપાસના લોકોને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે પોલીસ પણ દોડી આવી હતી.

ફોઇ તેને જમવા માટે બોલાવવા આવ્યા

શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા યુવકે સાત્વિક બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં ગળે ફાંસો ખાઇને મોત વ્હાલું કર્યું છે. આજે બપોરે તેના ફોઇ તેને જમવા માટે બોલાવવા આવ્યા હતા. ત્યાર બાદ તેણે અંદરથી કોઇ જવાબ નહિ આપતા તેમણે જાળીમાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં અંદરનું દ્રશ્ય જોતા તેમને ધ્રાસ્કો પડ્યો હતો. બાદમાં આ અંગેની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. સાથે જ પોલીસ દ્વારા પણ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુવક મળતાવડા સ્વભાવનો હોવાના કારણે તેણે ભરેલા અંતિમ પગલાને લઇ સૌ કોઇ ગમગીન બન્યા હતા.

કરવા પાછળનું કારણ ભગવાન જાણે

મૃતકના મિત્ર અલ્પેશ જયસિંહ પવાર જણાવે છે કે, આ અંગેની જાણ અમને આજે બપોરે થઇ છે. આનું નામ નિતીન ગાણેકર છે, દાંડિયાબજારમાં ભાસ્કર વિઠ્ઠલમાં રહેતો હતો. તે કોલ્ડરૂમ એસીનું કામ કરતો હતો. તેના પરિવારમાં તેના પિતા અને ફોઇ છે. આ મકાન તેની ફોઇનું છે. તે અહિંયા કામ કરતા હતા. અને તેમને આ મકાન સંભાળવા માટે આપ્યું હતું. તે અને તેની ફોઇ અહિંયા ઉંઘવા આવતા હતા. બપોરે તેના ફોઇ જમવા માટે આવ્યા હતા, ત્યારે તેમણે દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી ખોલ્યો ન્હતો. જેથી તેમણે જાળીમાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે અંદર થયાનું જાણ થઇ. તેનું વ્યક્તિત્વ ખુબ સારુ હતું, બધા જોડે મળીને રહેતો હતો. તેને કોઇ ટેન્શન ન્હતું. આ કરવા પાછળનું કારણ ભગવાન જાણે.

આ પણ વાંચો -- VADODARA : ખાનગી કંપનીના મેનેજરની બેગમાંથી કારતુસ મળ્યું

Tags :
familyfanhangmanmemberReasonShockedsuicideunknownVadodarawithyoung
Next Article