ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કામ-ધંધો કરવાનું કહેતા સગા ભાઇનો ડંડા વડે હુમલો

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ (KARJAN) માં રહેતા અને જુગારી ભાઇને કામ - ધંધો કરવા અંગે કહેવા જતા બોલાચાલી થઇ હતી. આ ઘટનાના બીજા દિવસે વાત નિકળતા નાના ભાઇએ મોટા ભાઇ પર હુમલો કરી દીધો હતો. જેમાં મોટા ભાઇના...
12:22 PM Apr 14, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ (KARJAN) માં રહેતા અને જુગારી ભાઇને કામ - ધંધો કરવા અંગે કહેવા જતા બોલાચાલી થઇ હતી. આ ઘટનાના બીજા દિવસે વાત નિકળતા નાના ભાઇએ મોટા ભાઇ પર હુમલો કરી દીધો હતો. જેમાં મોટા ભાઇના...

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ (KARJAN) માં રહેતા અને જુગારી ભાઇને કામ - ધંધો કરવા અંગે કહેવા જતા બોલાચાલી થઇ હતી. આ ઘટનાના બીજા દિવસે વાત નિકળતા નાના ભાઇએ મોટા ભાઇ પર હુમલો કરી દીધો હતો. જેમાં મોટા ભાઇના હાથમાં ફ્રેક્ટર થયાનું તબિબિ નિદાનમાં સામે આવ્યું હતું. સમગ્ર મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જુગારના રવાડે ચઢી ગયો

કરજણ પોલીસ મથકમાં જલાઉદ્દીન અલી સૈયદ (રહે. આશ્મા પાર્ક, ગુલશન મસ્જીદની બાજુમાં વાગરા-ભરૂચ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 11 એપ્રિલે તેઓ ઇદ હોવાથી માંકણ ગામે પિતાની ખબર કાઢવા ગયા હતા. તેનો નાનો ભાઇ અબ્દુલ સૈયદ કોઇ સરખો કામ ધંધો કરતો ન્હોતો. અને જુગારના રવાડે ચઢી ગયો છે. સાત મહિના અગાઉ તેને ડાઉન પેમેન્ટ ભરીને લોન પર એક બાઇક લઇ આપી હતી. પરંતુ તે બાઇક ગીરવે મુકી દેતો હતો.

કાંડાના ભાગે ફ્રેક્ચર થયાનું નિદાન થયું

આ બાઇકને બે વખત ગીરોની રકમ આપી છોડાવી આપેલી હતી. પરંતુ ત્રીજી વખત તેણે ગીરવે મુક્યાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેને આ અંગે કહેવા જતા બંને ભાઇઓ વચ્ચે ઇદના દિવસની રાતે બોલાચાલી થઇ હતી. તહેવાર હોવાથી મોટા ભાઇએ માથાકુટ ટાળી હતી. 12 એપ્રિલે, બપોરે બંને ભાઇ અને પિતા ઘરમાં હાજર હતા. તેવામાં અબ્દુલ અલી સૈયદને કામ ધંધા બાબતે કહેવા જતા તે ઉશ્કેરાઇ ગયો હતો. અને બેફામ ગાળો બોલવા માંડ્યો હતો. તેને અટકાવવા જતા તેણે મોટા ભાઇ પર ડંડો લઇને માર માર્યો હતો. ડંડાની ઝપટ હાથમાં વાગી હતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમય જતા દુખાવો વધતા તપાસ કરાવી હતી. જેમાં કાંડાના ભાગે ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું. જેનું ઓપરેશન કરાવવું પડે તેવી સ્થિત સર્જાઇ હતી.

આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આખરે ઉપરોક્ત મામલે કરજણ પોલીસ મથકમાં અબ્દુલ અલી સૈયદ (રહે. માંકડ, કરજણ - વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- Weather Forecast : આકરી ગરમી વચ્ચે આજે અહીં પડશે માવઠું! જાણો હવામાનની આગાહી અને તાપમાન વિશે

Tags :
advicebrotherdofightoversometoVadodaraWorkyounger
Next Article