Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vibrant Gujarat Summit 2024 : મોઝામ્બિકના પ્રેસિડન્ટ અમદાવાદ પહોંચ્યા, બપોરે PM મોદી સાથે બેઠક

ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સમિટ ( Vibrant Gujarat Summit) 2024 માં દેશ-વિદેશથી નેતાઓ આવવાના છે. આ સમિટમાં 20 દેશોના 1 હજારથી વધુ પ્રદર્શકો, 100 દેશ વિઝિટિગ પાર્ટનર અને 33 દેશ પાર્ટનર તરીકે ભાગ લેવાના છે. ત્યારે હવે વિદેશી મહેમાનોનું...
vibrant gujarat summit 2024   મોઝામ્બિકના પ્રેસિડન્ટ અમદાવાદ પહોંચ્યા  બપોરે pm મોદી સાથે બેઠક
Advertisement

ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સમિટ ( Vibrant Gujarat Summit) 2024 માં દેશ-વિદેશથી નેતાઓ આવવાના છે. આ સમિટમાં 20 દેશોના 1 હજારથી વધુ પ્રદર્શકો, 100 દેશ વિઝિટિગ પાર્ટનર અને 33 દેશ પાર્ટનર તરીકે ભાગ લેવાના છે. ત્યારે હવે વિદેશી મહેમાનોનું શહેરમાં આગમન શરૂ થઈ ગયું છે. માહિતી મુજબ, મોઝામ્બિકના પ્રેસિડન્ટ અમદાવાદ પહોંચ્યા છે.

મોઝામ્બિકના પ્રેસિડન્ટ અમદાવાદમાં

Advertisement

Vibrant Gujarat Summit -2024 માં ભાગ લેવા માટે મંગળવાર સવારે મોઝામ્બિકના (Mozambique) પ્રેસિડન્ટ ફિલિપ ન્યુસી (Filipe Nyusi) અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, આજે બપોરે 12:25 થી 1 કલાક દરમિયાન PM મોદી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે. વાઈબ્રન્ટ સમિટને લઈ પીએમ મોદી (PM Modi) ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે.

Advertisement

34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો

ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટની 10મી આવૃત્તિ (Vibrant Gujarat Summit 2024) 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહી છે. આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. ગઈકાલે પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા હતા. પીએમ મોદીએ રાત્રિ રોકાણ રાજભવનમાં કર્યું હતું. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામા આવ્યું હતું. આજે સવારે 9:10 કલાકે PM મોદી રાજભવનથી મહાત્મા મંદિર પહોંચ્યા અને અધિકારીઓ સાથે બ્રિફિંગ કરી હતી. ત્યાર બાદ 9:30 થી 10 વાગ્યા સુધી PM મોદીએ ટીમોર લેસ્ટેના (Timor Leste) પ્રેસિડેન્ટ સાથે બેઠક કરી. આ પછી 10:10 થી 11:45 કલાક દરમિયાન 5 ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. જ્યારે બપોરે 12:25 થી 1 કલાક દરમિયાન PM મોદી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે.

આ પણ વાંચો - SURAT : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડાયમંડ એસો.ના પ્રમુખે કરી ખાસ અપીલ

Tags :
Advertisement

.

×