ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Weather Reports : આગ ઝરતી ગરમી! હિટવેવની આગાહી, આ 3 જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીને પાર

Weather Reports : રાજ્યમાં ગઈકાલે લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ સાથે રાજ્યમાં ચૂંટણીનો માહોલ પણ શાંત થયો છે. પરંતુ, કાળઝાળ ગરમીનો કહેર હાલ પણ યથાવત છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે....
08:18 AM May 08, 2024 IST | Vipul Sen
Weather Reports : રાજ્યમાં ગઈકાલે લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ સાથે રાજ્યમાં ચૂંટણીનો માહોલ પણ શાંત થયો છે. પરંતુ, કાળઝાળ ગરમીનો કહેર હાલ પણ યથાવત છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે....
સૌજન્ય : Google

Weather Reports : રાજ્યમાં ગઈકાલે લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ સાથે રાજ્યમાં ચૂંટણીનો માહોલ પણ શાંત થયો છે. પરંતુ, કાળઝાળ ગરમીનો કહેર હાલ પણ યથાવત છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ત્યારે હવે આગામી 4 દિવસ ગુજરાતમાં હીટવેવની (HeatWaves) આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં (Saurashtra) આગામી બે દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ભુજ 43.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું.

આ 3 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર

રાજ્યમાં હાલ આગ ઝરતી ગરમીનો લોકો અનુભવ (Weather Reports) કરી રહ્યા છે. ત્યારે આગામી 4 દિવસ માટે હીટવેવની આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ માટે યલો એલર્ટ (yellow alert) જાહેર કરાયું છે. જ્યારે, અમદાવાદ (Ahmedabad), સુરેન્દ્રનગર અને ભુજમાં (Bhuj) ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. છેલ્લા 24 કલાક દરમિયાન ભુજમાં તાપમાન 43.3 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આ સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

ક્યાં કેટલું તાપમાન ?

પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન ભૂજમાં સૌથી વધુ 43.5 ડિગ્રી અને અમદાવાદમાં 43.3 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં (Rajkot) 42.7 ડિગ્રી, ગાંધીનગરમાં (Gandhinagar) 42.5 ડિગ્રી, ડીસામાં 41.3 ડિગ્રી, વડોદરામાં 41.4 ડિગ્રી, અમરેલીમાં (Amreli) 40.7 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 39.4 ડિગ્રી, ડાંગમાં 38.4 ડિગ્રી, ભાવનગરમાં 38.2 ડિગ્રી, નલિયામાં 38.2 ડિગ્રી, કંડલામાં 38.1 ડિગ્રી, દાહોદમાં 38 ડિગ્રી, વલસાડમાં 37.8 ડિગ્રી, જામનગરમાં (Jamnagar) 35.3 ડિગ્રી, સુરતમાં 34.6 ડિગ્રી અને પોરબંદરમાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

આ પણ વાંચો - Weather Report : રાજ્યમાં 5 દિવસ યલો એલર્ટ ! ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચાવની વકી, જાણો ક્યાં કેટલું તાપમાન ?

આ પણ વાંચો - Voting: મતદાન પહેલા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

આ પણ વાંચો - Weather Forecast : વાતાવરણમાં પલટો, કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, ખેડૂતોમાં ચિંતા!

Tags :
AhmedabadAmreliAtmospherebanakanthaClimate ChangeGandhinagarGujarat FirstGujarati NewsIMD AhmedbadMeteorological DepartmentRAJKOTSabarkanthaweather forecastWeather Reportsyellow alert
Next Article