ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કયાં થયો દેહ વેપારનો પર્દાફાશ,વાંચો સમગ્ર અહેવાલ

Surat: સુરત (Surat) શહેરના અલથાણ વિસ્તારમાં હાઇફાઇ સ્પાની (hifi spa)આડમાં કુટણખાનું ઝડપાયું છે. હોટલમાંથી 7 થાઇલેન્ડની મહિલાઓ ને દેહવિક્રય ના ધંધા માથી મુક્ત કરાઈ જ્યારે ગ્રાહકો સાથે મળી પોલીસે 7 ની ધરપકડ કરી છે અને સ્પા સંચાલક રાજપૂતને વોન્ટેડ જાહેર...
08:38 PM Feb 19, 2024 IST | Hiren Dave
Surat: સુરત (Surat) શહેરના અલથાણ વિસ્તારમાં હાઇફાઇ સ્પાની (hifi spa)આડમાં કુટણખાનું ઝડપાયું છે. હોટલમાંથી 7 થાઇલેન્ડની મહિલાઓ ને દેહવિક્રય ના ધંધા માથી મુક્ત કરાઈ જ્યારે ગ્રાહકો સાથે મળી પોલીસે 7 ની ધરપકડ કરી છે અને સ્પા સંચાલક રાજપૂતને વોન્ટેડ જાહેર...
hifi spa

Surat: સુરત (Surat) શહેરના અલથાણ વિસ્તારમાં હાઇફાઇ સ્પાની (hifi spa)આડમાં કુટણખાનું ઝડપાયું છે. હોટલમાંથી 7 થાઇલેન્ડની મહિલાઓ ને દેહવિક્રય ના ધંધા માથી મુક્ત કરાઈ જ્યારે ગ્રાહકો સાથે મળી પોલીસે 7 ની ધરપકડ કરી છે અને સ્પા સંચાલક રાજપૂતને વોન્ટેડ જાહેર કરાયા છે.

રાજ્યમાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતાં ગોરખધંધા સામે આવ્યા છે. જેમાં સુરતમાં ( Surat) અલથાણ વિસ્તારમાં હાઇફાઇ સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું છે. આ દરમિયાન પોલીસને હોટલમાંથી 7 થાઇલેન્ડની મહિલાઓ અને 7 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્પા સંચાલક રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ અંગેની માહિતી અનુસાર, સુરતના વેસુ અલથાણ વિસ્તારમાં હાઇફાઇ સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાને પોલીસે ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે હોટલ એમ્બેઝમાં રેડ કરી 7 વિદેશી થાઇલેન્ડની મહિલાને મુક્ત કરાવી છે. તેમજ ઘટના સ્થળે થી 7 ગ્રાહકોની ધરપકડ કરી છે. જ્યારે કુટણખાનું ચલાવનાર મુખ્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

વિવિધ સ્પા સેન્ટરોમાં વિદેશી મહિલાઓ

એટલું જ નહીં પોલીસની તપાસમાં સામે આવ્યું કે, વિદેશી યુવતીઓ પાસે સ્પાના બહાને દેહે વ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હતો.આ સ્પાના સેન્ટરોમાં થાઈલેન્ડ,મલેશિયા, હોંગકોંગ ,નેપાળ સહિતની જુદી જુદી મહિલાઓ પાસે સ્પાનું કામ કરાવવામાં આવે છે. જોકે આમાં અનેક જગ્યાએ સ્પાના બહાના હેઠળ વિદેશી મહિલાઓ પાસે ગેરકાયદેસર દેહે વ્યાપારનો ધંધો કરાવાય છે.

 

કેવી રીતે ઘટના સામે આવી

ઘટના અંગે એસીપી ઝેડ આર દેસાઈએ જણાવ્યું કે, પોલીસને મળેલી બાતમીના આધારે એમ્બેસ હોટલમાં સ્પાના નામે ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધાને ઝડપી પાડ્યું હતું. પોલીસને 7 થાઈલેન્ડની મહિલાઓ ગ્રાહકો સાથે મળી આવી હતી. જેમાં મહિલાઓને મુક્ત કરાવી છે અને આઠ ગ્રાહકોની ધરપકડ કરી છે. જોકે સ્પાના નામે કુટણખાનું ચલાવનાર મુખ્ય આરોપી ચંચલ રાજપૂત સહિત અન્ય બે આરોપી ઘટના સ્થળે મળી આવ્યા ન હતા જેને લઇ ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ વિદેશની મહિલાઓને સુરતમાં સ્પાનું કામ કરાવવાના બહાને લાવવામાં આવતી હતી અને અહીં ગ્રાહકો પાસે દેહે વ્યાપાર પણ કરાવતો હતો.

આ  પણ  વાંચો  - SABARKANTHA : સાબરડેરીની ચુંટણીમાં જૂના ડીરેકટરો અને ચેરમેને નોંધાવી ઉમેદવારી

 

Tags :
gorkhadhandasguiseGujarathifi spalightRunningSuratunder
Next Article