Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાતના રાજકારણ પર મહાપંચાયત

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં કોંગ્રેસ રાષ્ટ્રીય સેવા...
gujarat first conclave 2024  ઉત્તર ગુજરાતના રાજકારણ પર મહાપંચાયત
Advertisement

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં કોંગ્રેસ રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજી ભાઈ દેસાઈ અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અને કોંગ્રેસના ઓબીસી સેના પ્રમુખ રહી ચૂકેલા ઘનશ્યામ ગઠવી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાત સહીત બનાસકાંઠામાં મહિલાઓ કયા પક્ષ સાથે રહેશે?

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓબીસીમાંથી આવે છે

ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી ભાજપ નેતા ઘનશ્યામ ગઠવીએ જણાવ્યું હતું કે, મને છેલ્લા 7 કે 8 વર્ષથી લાગતું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં રહીને મેં દેશના અહિતમાં કાર્ય કર્યું છે. કારણ કે... જ્યારે હું કોંગ્રેસ પાર્ટીમાં હતો, ત્યારે માત્ર જાહેરમાં જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહની ટીકા કરવાની આવતી હતી. ત્યારે આખરે આ વર્ષે મે નિર્ણય લઈને કેસરિયો ધારણ કર્યો છે. મારો અંતરઆત્મા પણ મને અનેકવાર કહેતી હતી કે, હું જે ભાજપ સાથે કરી રહ્યો છું તે ખોટું છે. તે ઉપરાંત હું એક ઓબીસી સમાજમાંથી આવતો વ્યક્તિ છું. તો બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓબીસીમાંથી આવે છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ક્ષત્રિય આંદોલન પર બલવંતસિંહ રાજપૂતે પહેલીવાર તોડ્યું મૌન

ખાલી હાથે વાંદરાને ચણા નાખતી સરકાર

તો ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસ રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારએ ખાલી હાથે વાંદરાને ચણા નાખતી સરકાર છે. ભાજપ સરકારના રાજમાં લોકો અમીક વ્યક્તિ અમીર બને છે, અને ગરીબ વ્યક્તિ વધુ ગરીબ બને છે. આજે પણ ઉત્તર ગુજરાત સહિત દેશના ખૂણે -ખૂણે આવેલા છેવાડાના ગામોમાં પ્રાથમિક જરુરિયાતોથી વંચિત લોકો જોવા મળશે.

Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાતના રાજકારણ પર મહાપંચાયત

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાતમાં પાટીદારો આપશે કોંગ્રેસને મત? જુઓ સૌથી મોટી ચર્ચા

Tags :
Advertisement

.

×