Gujarat First Conclave 2024 : સૌથી મોટા કોન્ક્લેવમાં રચાયો ઇતિહાસ
Gujarat First Conclave 2024 : ગુજરાતના મીડિયા ઈતિહાસના સૌથી મોટા કોન્ક્લેવમાં આજે ઈતિહાસ રચાયો છે. લોકપ્રિય ચેનલ ગુજરાત ફર્સ્ટ દ્વારા રાજકોટમાં યોજાયેલા સૌથી મોટા કૉન્ક્લેવમાં ગુજરાતના તમામ રાજકીય દિગ્ગજો એક મંચ પર આવ્યા હતા. તેમની સાથે લેખક-સાહિત્યકાર-ઉદ્યોગપતિઓ પણ જોડાયા હતા. તમામ સાથે રસપ્રદ ચર્ચા થઇ હતી અને દર્શકોને હાલના રાજકારણ અને તેની દિશા અંગે ઘણી નવી વાતો જાણવા મળી હતી.
ગુજરાત ફર્સ્ટના કોન્ક્લેવમાં જય વસાવડાએ જણાવ્યો રાજકોટનો મિજાજ@jayvasavada @GujaratFirst #GujaratFirstConclave2024 #Conclave2024 #GFC24 #ShreeSiddhiGroup #GujaratFirst #GujaratFirstLive pic.twitter.com/0Fb8oCM2Nh
— Gujarat First (@GujaratFirst) April 25, 2024
બેક ટૂ બેક 18 સેશન યોજાયા
ગુજરાતના મીડિયા ઈતિહાસના સૌથી મોટા કૉન્ક્લેવમાં બેક ટૂ બેક 18 સેશન યોજાયા હતા. રાજકીય અગ્રણીઓએ સેશનમાં હાજર રહીને તીખા સવાલોનો સામનો કર્યો હતો અને તેના નિખાલસપણે જવાબ પણ આપ્યા હતા. આ સાથે જાણીતા લેખક-સાહિત્યકાર-ઉદ્યોગપતિઓ સાથે નિખાલસ સંવાદ થયો હતો. કૉન્ક્લેવમાં સૌથી તીખા સવાલોના સૌથી રસપ્રદ જવાબ મળ્યાં હતા.
ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં ભરત બોધરાનું નિવેદન
“રામ માટે નેતાઓ કોંગ્રેસ નથી છોડતા”@lalit_kagathara #LalitKagathara #GujaratFirstConclave2024 #Conclave2024 #GFC24 #ShreeSiddhiGroup #GujaratFirst #GujaratFirstLive pic.twitter.com/gryuyz17N4— Gujarat First (@GujaratFirst) April 25, 2024
આ મહાનુભાવો રહ્યા હાજર
‘Gujarat First Conclave 2024’ વિશેષ કાર્યક્રમમાં હેમાંગ રાવલ (Hemang Rawal), નિદિત બારોટ (Nidit Barot), ધનસુખ ભંડેરી (Dhansukh Bhanderi), રામ મોકરીયા (Ram Mokaria), મુકેશ દોશી (Mukesh Doshi), રાજુ ધ્રૂવ (Raju Dhruv), મોહન કુંડારીયા (Mohan Kundaria), પરેશ ધાનાણી (Paresh Dhanani), લલીત કગથરા (Lalit Kagathara), લેખક જય વસાવડા (Jay Vasavada), ઉદય કાનગડ (Udaya Kanagad), ઇન્દ્રનિલ રાજ્યગુરુ (Indranil Rajguru), પ્રતાપ દુધાત (Pratap Dudhat), જયમીન ઠાકર (jaymin Thakkar) , લલીત વસોયા સહિતની હસ્તીઓ પ્રજાની રૂબરૂ થઇ હતી.
Gujarat First Conclave 2024: વસોયાએ બતાવ્યું જીતનું ગણિત@LalitVasoya @INCGujarat #LalitVasoya #GujaratFirstConclave2024 #Conclave2024 #GFC24 #ShreeSiddhiGroup #GujaratFirst #GujaratFirstLive pic.twitter.com/QFx31XN2Nu
— Gujarat First (@GujaratFirst) April 25, 2024
મોટી સંખ્યામાં રાજકોટની જનતા પણ જોડાઇ
કૉન્ક્લેવમાં મોટી સંખ્યામાં રાજકોટની જનતા પણ જોડાઇ હતી અને જનતાએ પણ રાજકીય અગ્રણીઓ પર ધારદાર સવાલોના બાણ ચલાવ્યા હતા. કૉન્ક્લેવમાં સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો સાથે જ રાજ્ય-દેશની મહાચર્ચા થઇ હતી. સૌથી શાનદાર, સૌથી રોમાંચક, સૌથી મોટા આ કૉન્ક્લેવથી જનતાને ઘણી નવી વાતો જાણવા મળી હતી.
ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સૌથી મોટી ચર્ચા
જેમ્સ એન્ડ જ્વેલરીના ઓનર મયુરભાઇનું મંતવ્ય#GujaratFirstConclave2024 #Conclave2024 #GFC24 #ShreeSiddhiGroup #GujaratFirst #GujaratFirstLive pic.twitter.com/gAVeHKsejP— Gujarat First (@GujaratFirst) April 25, 2024
વિશેષ કાર્યક્રમ ‘Vission Rajkot’ પણ યોજાયો
ઉપરાંત બપોરે 2 થી 2.30 વાગ્યા સુધી વિશેષ કાર્યક્રમ ‘Vission Rajkot’ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટના MD શ્રી જાસ્મીનભાઈ પટેલ (Jasminbhai Patel) અને ચેનલ હેડ ડો. વિવેક ભટ્ટ (Dr. Vivek Bhatt) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો----- GUJARAT FIRST CONCLAVE 2024: ક્ષત્રિય આંદોલન, સુરત બેઠક, રાજકોટ જ્ઞાતિ ગણિત, BJP અંગે લલિત કગથરાના બેબાક જવાબ
આ પણ વાંચો----- Gujarat First Conclave 2024: બીતી હુઇ બાતે ક્યું કરતે હો..? આવું કેમ કહ્યું ?
આ પણ વાંચો----- Gujarat First ના Conclave માં વેપારીઓ સાથે વિશેષ ચર્ચા, Rajkot ના બિઝ્નેસમેનનો શું છે મિજાજ ?