ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GUJARAT માં ચાંદીપુરમ વાયરસથી મચ્યો હાહાકાર; ઉત્તર ગુજરાતમાં વાયરસે 6 બાળકોનો લીધો ભોગ

GUJARAT માં ચાંદીપુરમ વાયરસથી મચ્યો હાહાકાર ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં 6 બાળકોના થયા મોત સાબરકાંઠા અને અરવલ્લીમાં ત્રણ-ત્રણ બાળકોના થયા મોત મહીસાગર જિલ્લામાં પણ શંકાસ્પદ લક્ષણ ધરાવતી બાળકીનું મોત જુના રાબડીયા ગામની પાંચ વર્ષની બાળકીનું મોત થોડા વર્ષો પહેલા...
09:51 AM Jul 17, 2024 IST | Harsh Bhatt
GUJARAT માં ચાંદીપુરમ વાયરસથી મચ્યો હાહાકાર ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં 6 બાળકોના થયા મોત સાબરકાંઠા અને અરવલ્લીમાં ત્રણ-ત્રણ બાળકોના થયા મોત મહીસાગર જિલ્લામાં પણ શંકાસ્પદ લક્ષણ ધરાવતી બાળકીનું મોત જુના રાબડીયા ગામની પાંચ વર્ષની બાળકીનું મોત થોડા વર્ષો પહેલા...

થોડા વર્ષો પહેલા વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારી બાદ હવે એક નવા વાયરસે દેશમાં દસ્તક આપી છે.જેને ચાંદીપુરમ વાયરસ કહેવામાં આવી રહ્યો છે.ચાંદીપુરામ વાયરસના સમાચાર આવ્યા બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આવી સ્થિતિમાં દેશની આરોગ્ય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. GUJARAT રાજ્યમાં તો ચાંદીપુરમ વાયરસના કારણે હાહાકાર મચ્યો છે. ચાંદીપૂરમ વાયરસની અસર GUJARAT ના અલગ જિલ્લાઓમાં જોવા મળી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં તો આ વાયરસે ભારે આતંક મચાવ્યો છે.આ નવા વાયરસના ખતરાથી એક તરફ જનતા ભયભીત છે તો બીજી તરફ આ વાયરસને લઈને સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને આ વાયરસ સામે ગુજરાતને મુજબૂત બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં 6 બાળકોના મોત થયા છે.સાબારકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 6 બાળકોના મોત અત્યાર સુધીમાં થયા છે.

ઉત્તર ગુજરાતમાં 6 માસૂમ બાળકો અત્યાર સુધીમાં ભોગ બની ચૂક્યા છે

સમગ્ર દેશમાં ચાંદીપુરમ વાયરસએ તબાહી મચાવી છે. જેમાં ગુજરાત પણ અલગ રહ્યું નથી.ઉત્તર ગુજરાતમાં 6 માસૂમ બાળકો અત્યાર સુધીમાં ભોગ બની ચૂક્યા છે.મળતી માહિતીના અનુસાર, મહીસાગર જિલ્લામાં પણ શંકાસ્પદ લક્ષણ ધરાવતી બાળકીનું મોત થયું છે.ઉપરાંત જુના રાબડીયા ગામની પાંચ વર્ષની બાળકીનું મોત થયું છે.હવે પંચમહાલ જિલ્લામાં પણ ચાંદીપુરમ વાયરસનો કેસ મળ્યો છે.ગોધરા નજીકના ગામમાં 4 વર્ષની બાળકીમાં આ વાયરસના લક્ષણો દેખાયા હતા.વધુમાં પ્રાપ્ત અહેવાલોના અનુસાર, ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરમ વાયરસનો ખતરો ઘેરાઈ રહ્યો છે.જિલ્લામાં એક કેસ શંકાસ્પદ મળી આવતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ વાયરસને લઈને હવે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરાના ૧૪ જેટલા શંકાસ્પદ કેસ

રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરાના ૧૪ જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 7 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે જ્યારે 7 કેસોમાં મૃત્યુની ઘટના નોંધાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં ૪, અરવલ્લી જિલ્લામાં ૩, મહેસાણા ૧, રાજકોટ ૧, મહીસાગર અને ખેડા જિલ્લામા એક- એક શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાન ૨ દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ ૧૪ શંકાસ્પદ કેસ નોંધાયા છે.

શું છે ચાંદીપુરમ વાયરસના લક્ષણો ?

ચાંદીપુરા વાઇરસના લક્ષણની વાત કરવામાં આવે તો તેના કારણે દર્દીને તાવની ફરિયાદ થાય છે.તેમાં ફલૂ જેવા લક્ષણો અને ગંભીર એન્સેફાલીટીસ છે.એન્સેફાલીટીસ એ એક રોગ છે જેના કારણે મગજમાં સોજો આવે છે.વધુમાં આ વાયરસ વિશે વાત કરવામાં આવે તો ચાંદીપુરા વાયરસનો સૌથી વધુ શિકાર 15 વર્ષથી નીચેના બાળકો બન્યા છે.આપણે જોયું છે તે રીતે આ ઉંમરના બાળકોમાં સૌથી વધુ મૃત્યુદર જોવા મળ્યો છે.અહી ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરમની સારવાર માટે હજુ સુધી કોઈ એન્ટી વાઈરલ દવા બનાવવામાં આવી નથી.

આ પણ વાંચો : Jamnagar : જાજરમાન લગ્ન સમારોહ બાદ અંબાણી દંપતિ જામનગર પહોંચ્યું

Tags :
Chandipura VirusCHANDIPURAM VIRUSGujaratGujarat FirsthealthSabarkantha
Next Article