ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chennai : 1800 KM દૂર અપહ્યુતને કેવી રીતે ક્રાઈમ બ્રાંચે બચાવ્યો ?

Chennai : તામિલનાડુના કેપિટલ સિટી ચેન્નાઈ (Chennai) માં ગત બુધવારે એક આંગડીયા કર્મચારીનું અપહરણ કરી 50 લાખની ખંડણી માગવાનો મામલો (Kidnapping Ransom Case) અમદાવાદ શહેર પોલીસ સમક્ષ આવ્યો હતો. 1800 કિલોમીટર દૂર એક ગુજરાતી યુવાનનું અપહરણ થતાં આંગડીયા પેઢીના માલિકે...
07:38 PM Jun 14, 2024 IST | Bankim Patel
Chennai : તામિલનાડુના કેપિટલ સિટી ચેન્નાઈ (Chennai) માં ગત બુધવારે એક આંગડીયા કર્મચારીનું અપહરણ કરી 50 લાખની ખંડણી માગવાનો મામલો (Kidnapping Ransom Case) અમદાવાદ શહેર પોલીસ સમક્ષ આવ્યો હતો. 1800 કિલોમીટર દૂર એક ગુજરાતી યુવાનનું અપહરણ થતાં આંગડીયા પેઢીના માલિકે...
Who targeted an employee of P Umesh Angadia firm?

Chennai : તામિલનાડુના કેપિટલ સિટી ચેન્નાઈ (Chennai) માં ગત બુધવારે એક આંગડીયા કર્મચારીનું અપહરણ કરી 50 લાખની ખંડણી માગવાનો મામલો (Kidnapping Ransom Case) અમદાવાદ શહેર પોલીસ સમક્ષ આવ્યો હતો. 1800 કિલોમીટર દૂર એક ગુજરાતી યુવાનનું અપહરણ થતાં આંગડીયા પેઢીના માલિકે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) પાસે મદદ માગી. ક્રાઈમ બ્રાંચે ચેન્નાઈ પોલીસ (Chennai Police) ની મદદ મેળવી અપહ્યુત રાહુલ પટેલને છોડાવવા કેવો આઈડીયા અપનાવ્યો તે જાણવા વાંચો આ અહેવાલ...

કેવી રીતે કરવામાં આવ્યું અપહરણ ?

પી. ઉમેશ એન્ડ કંપની (P Umeshchandra & Company) આંગડીયાનો વ્યવસાય કરે છે અને અમદાવાદ ખાતે મુખ્ય કચેરી આવેલી છે. પી. ઉમેશની દેશના જુદાજુદા શહેરોમાં આવેલી અનેક શાખાઓ પૈકીની ચેન્નાઈ બ્રાંચમાં રાહુલ પટેલ કામ કરે છે. આંગડીયા પેઢીમાં એક મોટી રકમ મોકલવાની હોવાનો તારીખ 12 જૂનના બુધવારના રોજ એક ફોન આવે છે. રાહુલ પટેલ આ રકમ લેવા માટે નિર્ધારિત સ્થળે પહોંચે ત્યારે તેમનું બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં કેટલાંક અજાણ્યા શખ્સો કારમાં અપહરણ કરી લે છે. અપહ્યુત રાહુલ પટેલને ચેન્નાઈથી 80 કિલોમીટર દૂર લઈ ગયા બાદ આંગડીયા પેઢીમાં ઈન્ટરનેટ કોલ (Internet Call) કરીને અપહરણકારો 50 લાખની ખંડણી માગે છે. ત્યારબાદ અપહરણકારો સ્થળ બદલતા રહે છે અને 50 લાખ રૂપિયાની માગ ચાલુ રાખે છે.

આંગડીયા માલિક ક્રાઈમ બ્રાંચ પાસે માંગી મદદ

અમદાવાદથી 1800 કિલોમીટર દૂર અપહ્યુત કર્મચારને છોડવા 50 લાખની ખંડણીનો મામલો સામે આવતા આંગડીયા માલિક ઉમેશ પટેલ (Umesh Patel Angadia Owner) ક્રાઈમ બ્રાંચ પાસે દોડી જાય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલ (JCP Sharad Singhal) અને ડીસીપી અજિત રાજ્યાણ (DCP Ajit Rajian) આ મામલાને ગંભીરતાથી લે છે. અજિત રાજ્યાણ એસીપી ભરત પટેલ (ACP Bharat Patel) ને તમામ માહિતી મેળવવા આદેશ કરે છે. અપહ્યુતના મોબાઈલ ફોન નંબરના આધારે તેનો કોણે સંપર્ક કર્યો હતો ?, કયા વિસ્તારમાં રાહુલને બોલાવાયો હતો અને ફોન કયાં બંધ થયો ? તેની જાણકારી ગણતરીની મિનિટોમાં મેળવવામાં આવે છે. ક્રાઈમ બ્રાંચની સર્વેલન્સ ટીમે (Surveillance Team) મેળવેલી માહિતી આધારે DCP રાજ્યાણ ચેન્નાઈ ખાતેના IPS અધિકારીનો સંપર્ક કરી અપહ્યુતને છોડવવા પ્લાન બનાવે છે.

લાખોની રોકડનો વિડીયો કામ કરી ગયો

અપહરણકારોની ટોળકી રિઢા ગુનેગારોની બનેલી હોવાથી પોલીસે બળના બદલે કળનો પ્રયોગ કર્યો હતો. 50 લાખ રૂપિયાની ખંડણી ATM માં જમા કરાવવાનો આરોપી ટોળકીનો આગ્રહ હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ચેન્નાઈ પોલીસ (Chennai Police) ને એટીએમમાં એક હજાર રૂપિયા જમા કરાવવાનું કહી આ પ્રક્રિયામાં ખૂબ સમય લાગશે તેમ સમજાવ્યું હતું. વાટાઘાટો દરમિયાન અપહરણકારો ખંડણીની રકમ ઘટાડી 20 લાખ કરી દીધી હતી. ઉપરાંત 50 લાખ રૂપિયાની રોકડ તૈયાર હોવાનો એક વિડીયો બનાવી અપહરણકારોને ચેન્નાઈ પોલીસે મોકલી આપ્યો હતો. ક્રાઈમ બ્રાંચનો આઈડીયા (Crime Branch Idea) કામ કરી જતાં આરોપીઓ ખંડણીની સામે અપહ્યુતને છોડવા માટે રાજી થઈ ગયા અને ચેન્નાઈ પોલીસે પૂર્ણ સર્તકતા સાથે સફળ ઑપરેશન પાર પાડ્યું. એકપણ રૂપિયો ચૂકવ્યા વિના ચેન્નાઈ પોલીસે અપહ્યુત યુવક બુધવાર-ગુરૂવારની રાતે બે કલાકે એટલે કે, 14 કલાકમાં હેમખેમ છોડાવી લીધો હતો. સાથે સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 2 આરોપી ફરાર હોવાની વાત સામે આવી રહી છે.

આ પણ વાંચો - ACB Gujarat : કેપ્ટન અજય ચૌહાણ એવિએશન કંપનીનો માલિક હોવાનો ઘટસ્ફોટ

આ પણ વાંચો - Spa : સ્પાની મહિલા કર્મચારી સાથે વાંધો પડતા કુખ્યાત પોલીસવાળાએ ફટકારી

Tags :
ACP Bharat PatelAhmedabad Crime BranchATMBankim PatelChennaiChennai PoliceCrime Branch IdeaDCP Ajit RajianGujarat FirstInternet CallJCP Sharad SinghalJournalist Bankim PatelKidnapping RansomP Umeshchandra & CompanySurveillance TeamUmesh Patel Angadia Owner
Next Article