Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, GMERS Medical કોલેજની ફીમાં કરાયો ઘટાડો

GMERS Medical College fees: મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, GMERS અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. GMERS મેડિકલ કોલેજ (Medical College )માં ફી ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો...
વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર  gmers medical કોલેજની ફીમાં કરાયો ઘટાડો
Advertisement

GMERS Medical College fees: મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, GMERS અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. GMERS મેડિકલ કોલેજ (Medical College )માં ફી ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજની કેબીનેટ બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 ગવર્નમેન્ટ ક્વોટામાં 1.75 લાખનો ઘટાડો થયો

વધારે વિગતે વાત કરવા જઈએ તો, ગવર્નમેન્ટ ક્વોટોમાં 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં 12 લાખ ફી રહેશે. નોંધનીય છે કે, ગવર્નમેન્ટ ક્વોટામાં 1.75 લાખનો જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં 5 લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ગવર્નમેન્ટ ક્વોટામાં રૂપિયા 5.50 લાખ જેટલી ફી લેવામાં આવતી હતી, તેની જગ્યાએ હવે માત્ર 3.75 લાખ ફી રાખવામાં આવી છે. આ સાથે મેનેજમેન્ટ ક્વોટાની વાત કરવામાં આવે તો પહેલા 17 લાખ જેટલી ફી લેવામાં આવતી હતી, જ્યારે હવે નવા નિર્ણય બાદ 12 લાખ ફી નિર્ધારિત કરવામાં આવી છે.

Advertisement

ફી વધારાને લઈને અનેક વિરોધ પ્રદર્શન થયા હતા

નોંધનીય છે કે, આ પહેલા ફીમાં વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, GMERS દ્વારા MBBSની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જેથી NSUI એ ડીન પર નકલી નોટાનો વરસાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, NSUI ના વિરોધ બાદ ABVPના કાર્યકર્તાઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો ફીમાં વધારો કરવામાં આવતા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, શિક્ષણ એ સેવા છે પરંતુ અત્યારે પૈસાના લાલચુે લોકોએ શિક્ષણને વેપાર બનાવી દીધો છે.

Advertisement

આ પણ વાંચો: Bharuch: નકલી નોટોના 50 બંડલ સાથે પોલીસે બેની ધરપકડ કરી, મોટા કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: Saputara એટલે ગુજરાતનું સ્વર્ગ, શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ

આ પણ વાંચો: Aravalli: સાર્વત્રિક વરસાદ હોવા છતા અરવલ્લીના જીવાદોરી સમાન ત્રણ જળાશયો હજી પણ ખાલી

Tags :
Advertisement

.

×