ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતનો ઐતિહાસિક MOTHER INDIA ડેમ છલકાયો; સર્જાયા આહ્લાદક દૃશ્યો

સુરતનો ઐતિહાસિક MOTHER INDIA ડેમ છલકાયો મહુવાના ઉમરા ખાતે આવેલો છે મધર ઇન્ડિયા ડેમ સીઝનમાં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં આવ્યું છે ઘોડાપૂર મધર ઈન્ડીયા ડેમ છલકાતા આહ્લાદક દૃશ્યો સર્જાયા ગુજરાતમાં છેલ્લા કેટલાક...
12:39 PM Jul 17, 2024 IST | Harsh Bhatt
સુરતનો ઐતિહાસિક MOTHER INDIA ડેમ છલકાયો મહુવાના ઉમરા ખાતે આવેલો છે મધર ઇન્ડિયા ડેમ સીઝનમાં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં આવ્યું છે ઘોડાપૂર મધર ઈન્ડીયા ડેમ છલકાતા આહ્લાદક દૃશ્યો સર્જાયા ગુજરાતમાં છેલ્લા કેટલાક...

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વધુમાં લોકોને ગરમીના બફારાથી પણ છુટકારો મળ્યો છે.વરસાદના કારણે ઘણી વાર તળાવો, જળાશયો અને ડેમ છલકાઈ જતા હોય છે.સુરતમાં પણ હવે તેવું જ બન્યું છે.સુરતનો ઐતિહાસિક MOTHER INDIA ડેમ છલકાયો છે.અહી નોંધનીય વાત છે કે, સીઝનમાં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે.ડેમમાં આ પાણીની સપાટી ઊંચી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ચાલો જાણીએ શું છે સમગ્ર કિસ્સો

મધર ઈન્ડીયા ફિલ્મના શૂટિંગ બાદ પડયું ડેમનું નામ

વર્ષાઋતુ આવતાની સાથે જ ભારે વરસાદને કારણે સુરતનો ઐતિહાસિક મનાતો મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. આ પ્રખ્યાત MOTHER INDIA ડેમ મહુવાના ઉમરા ખાતે આવેલો છે.અહી ખાસ નોંધનીય બાબત છે કે, આ ડેમનું નામ MOTHER INDIA ડેમ રાખવા પાછળ પણ એક રસપ્રદ વાત છે. વાસ્તવમાં બોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક ગણાતી એવી મધર ઈન્ડિયા ફિલ્મનું શૂટિંગ આ ડેમ ખાતે કરાયું હતું. આમ મધર ઈન્ડીયા ફિલ્મના શૂટિંગ બાદ આ ડેમ મધર ઈન્ડીયા ડેમ તરીકે ઓળખાયો.આ ડેમ પાણીથી છલોછલ થતાં આહ્લાદક દૃશ્યો સર્જાયા છે.જેના જોવા માટે લોકો પણ અહી આવી રહ્યા છે.

ભારે વરસાદને પગલે ડેમના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા

સુરતનો ઐતિહાસિક મનાતો આ મધર ઈન્ડિયા ડેમ વરસાદ આવતા સીઝનમાં પહેલી વખત છલકાયો છે.ડેમ છલકાતા અહી આહ્લાદક દૃશ્યો સર્જાયા છે.આ નજારો માણવા માટે સહેલાનીઓ પણ ઉમટ્યા છે.ચોમાસુ આવતાની સાથે જ આ ડેમ સોળે કળાએ ખીલી ઊઠે છે. ડેમ છલકાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : VADODARA : સઘન તપાસમાં રક્તપિત્તના 58 દર્દીઓ મળી આવ્યા

Tags :
DAM FULLGujarat FirstMOTHER INDIAMOTHER INDIA DAMSuratSURAT MONSOON
Next Article