30

રશિયા યુદ્ધના સતત ચોથા દિવસે રશિયન આર્મી યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં દાખલ થઈ ગઈ છે. તો સામે યુક્રેનની આર્મી ઘુંટણીએ પડવા તૈયાર નથી. રાજધાની કિવ બહાર યુક્રેને રશિયાની સેનાને જોરદાર ટક્કર આપી છે. મિડિયા રિપોર્ટ મુજબ આ યુદ્ધમાં યુક્રેનના 2800થી વધુ સૈનિકોના મોત થયા છે. સાથે જ સામાન્ય યુક્રેની નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.
યુક્રેન વાસીઓની બહાદુરી કાબિલે દાદ
રશિયાના હુમલાના લીધે ચર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટની પાસે રેડિએશનનું જોખમ 20 ગણુ વધી ગયું છે. રશિયાના સૈનિકોએ ખાર્કિવમાં ગેસ પાઈપલાઈન ઉડાવી દીધી છે. જ્યારે, બાર્સિલકીવમાં ફાયરિંગને કારણે પેટ્રોલિયમ બેઝમાં આગ લાગી હતી.આ લડતમાં યુક્રેનની સેનાએ રશિયા તરફથી લડી રહેલા ચેચેન સ્પેશિયલ ફોર્સના ટોપ જનરલને ઠાર માર્યો છે. યુદ્ધના આ કપરી સ્થિતિમાં જ્યાં એક તરફ લાખો યુક્રેનના લોકો પોતાનો દેશ છોડીને ભાગી રહ્યાં છે. તો ઘણાં સામાન્ય નાગરિકો પોતાની માતૃભૂમિની રક્ષા માટે શસ્ત્રો ઉઠાવતા નજરે પડ્યાં છે. ગઇ કાલે રાષ્ટ્રપતિ જેલેન્સકીએ લોકોને યુદ્ધમાં જોડાવવાં અપીલ કરી હતી. હાલમાં એકલે હાથે લડતા યુક્રેન વાસીઓની બહાદુરી કાબિલે દાદ છે. લાખોની સંખ્યામાં ઘર છોડી ગયેલા લોકો છે, તો બીજી તરફ વિદેશમાંથી પોતાના દેશમાં આવી પડેલી મુસીબતો સામે યુદ્ધમાં વતન પાછા આવનારા દેશપ્રેમીઓ પણ છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ બે લાખ લોકો યુક્રેનના આવા લોકો છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે ત્યારે મોટી સંખ્યામાં યુક્રેન વાસીઓ માતૃભૂમિની રક્ષા કાજે સ્વદેશ પરત આવ્યાં છે.
જેલેન્સકીની દેશ દાઝની આ અપીલ હવે ફળીભૂત
રશિયન સૈનિકો ખાર્કીવ અને સુમી સહિત ઘણા મોટા શહેરોમાં પ્રવેશ્યા છે. યુક્રેનની રાજધાની કિવની નજીક રશિયન સૈન્ય આક્રમક બન્યું છે. જેલેન્સકીની દેશ દાઝની આ અપીલ હવે ફળીભૂત થઈ રહી છે. રશિયા સામે લડવા માટે યુક્રેનની સેનામાં ભરતી થવા માટે રાજધાની કિવના એક વિસ્તારમાં મોટી સંખ્યામાં નાગરિકો આવે છે. રશિયા સામે લડવા માટે યુક્રેનની સેનામાં જોડાવા કિવના એક વિસ્તારમાં મોટી સંખ્યામાં નાગરિકો પહોંચ્યા હતા.
યુક્રેનના યુવાનોએ રશિયા સામે હથિયાર ઉઠાવ્યાં
રાષ્ટ્રની રક્ષા માટે યુક્રેનના રિટાયર્ર સોલ્જરો તો કેટલાક દેશપ્રેમી યુવાનો પણ સામેલ છે. મોટી સંખ્યામાં તેમા સામાન્ય નાગરિકો છે, કોઈ જાદુગર કે કોઈ આર્કિટેક્ટ છે. યુક્રેનના યુવાનો રશિયા સામે હથિયાર ઉઠાવી રહ્યાં છે..યુક્રેનની રાજધાની કિવમાં રશિયન સૈનિકો ઘેરાબંધી હેઠળ છે. બોમ્બ ધડાકા અને ગોળીબારનો આજે ચોથો દિવસ છે. આ કારણોસર સામાન્ય યુક્રેનિયનો પોતાને ભૂગર્ભ બંકરોમાં બચાવી રહ્યા છે. આ દરમિયાન યુક્રેનિયનોએ પણ રશિયન સેના સામે મોરચો ખોલ્યો છે. સામાન્ય લોકો કહે છે કે રશિયન સૈનિકોને ચોક્કસપણે ધૂળ ચટાવવામાં આવશે. આજે સવારે ખાર્કીવમાં રશિયન ટેન્કરોને સામાન્ય લોકોએ તેમની સામે ઉભા રાખીને અટકાવ્યા હતા. રશિયા વિરુદ્ધ હુંકાર બોલનારા યુવાનોમાં કેટલાક વ્યવસાયે આર્કિટેક્ટ છે, કેટલાક જાદુગર છે તો કેટલાક સંગીતકાર છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ લડત આપી રહ્યી છે. રશિયા સામેના અનલાન-એ જંગમાં ન માત્ર સુરક્ષા દળો જ પરંતુ સામાન્ય યુક્રેનિયનો પણ મેદાનમાં ઉતર્યા છે.
યુવાનો સેનામાં જોડાવા માટે ઉત્સુક
કિવના લોકોએ રશિયન સૈનિકોને ચેતવણી આપી છે કે તેઓ રશિયા સામે બહાદુરીથી લડવા માટે તૈયાર છે. દિવસની શરૂઆતમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સામાન્ય લોકોને આર્મી ભરતીમાં જોડાવા અને રશિયા સામે યુદ્ધ લડવાની અપીલ કરી હતી. આજે જે માહિતી સામે આવી રહી છે તે એવી છે કે રાજધાની કિવમાં મોટી સંખ્યામાં યુવાનો સેનામાં જોડાવા માટે ઉત્સુક છે.