47

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની કારકિર્દીમાં પુષ્પા ફિલ્મ બાદ ચાર ચાંદ લાગી ગયા છે.અલ્લુ અર્જુન પુષ્પાના કારણે સમગ્ર ભારતનો સ્ટાર બની ચૂક્યો છે. અભિનેતાના ચાહકો દિન પ્રતિદિન સતત વધી રહ્યા છે તેમજ તેના ફોલોઅર્સની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો થયો છે. ટ્વીટર પર અભિનેતાના ફોલોઅર્સની સંખ્યા વધીને 6.5 મિલિયન થઈ ગઈ છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને ચિરંજીવીના ફોલોઅર્સ કરતાં પણ વધુ છે.
અલ્લુ અર્જુનના ટ્વીટર પર રજનીકાંત અને ચિરંજીવી કરતાં વધુ ફોલોઅર્સ છે. રજનીકાંતના 6.1 મિલિયન અને ચિરંજીવીના 1.2 મિલિયન ફોલોઅર્સ છે. સૌથી મહત્વની વાત એ છે કે અલ્લુ અર્જુન ટ્વીટર પર બહુ એક્ટિવ નથી. તેમની છેલ્લી પોસ્ટ 29 જાન્યુઆરીએ છે. તે ભાગ્યે જ પોસ્ટ ટ્વીટ કરે છે.મૂવી પ્રમોશન હોય કે કોઈને જન્મદિવસ પર જ તે પોસ્ટ કરતો હોય છે.
મજાની વાત એ છે કે અલ્લુ અર્જુન ટ્વિટર પર કોઈને ફોલો કરતો નથી. ઓહ આશ્ચર્ય પામશો નહીં, તે સાચું છે. ટ્વીટર પર પાવર સ્ટાર અલ્લુ અર્જુન સેલેબ્સ, ફેમિલી મેમ્બર્સ કોઈને ફોલો કરતા નથી. જ્યારે તેને ફોલો કરનારાઓમાં મોટા સ્ટાર્સ સામેલ છે.
આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પાએ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કોરોના સમયગાળા દરમિયાન રિલીઝ થયેલી ફિલ્મે જોરદાર બિઝનેસ કર્યો છે તે પ્રશંસનીય છે.