સાબરડેરી નિયામક મંડળની ૧ બેઠક પરિણામે અપસેટ સર્જયો
સાબરડેરી ચૂંટણી : સાબરડેરીના નિયામક મંડળની એક બેઠક માટે રવિવારે સાબરડેરીના ઓડીટોરીયમમાં કરાયેલા મતદાન બાદ સોમવારે મતગણતરી યોજાઈ હતી જેમાં માલપુર બેઠક પર બાયડના પુર્વ ધારાસભ્ય અને સાબરડેરીના પૂર્વ ડિરેકટર ભારે બહુમતીથી વિજયી બન્યા હતા.
જેના લીધે અપસેટ સર્જાયો છે સાબરડેરી નિયામક મંડળની તમામ બેઠકોની ચુંટણી પ્રક્રીયા પૂર્ણ થઈ ચુકી છે ત્યારે લોકસભાની ચુંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થાય તે અગાઉ ચુંટણી અધિકારી ચેરમેન અને વા.ચેરમેનની ચુંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરે તેવી શકયતા છે.
સાબરડેરીના નિયામક મંડળની ૧૬ બેઠક પૈકી ૧પ બેઠક બિનહરીફ થયા બાદ માલપુર બેઠક પર બંને ઉમેદવારો વચ્ચે સમજુતી ન થવાને કારણે ચુંટણી યોજવી આવશ્યક બની હતી જે સંદર્ભે રવિવારે થયેલા મતદાનમાં ૯૧૦ પૈકી ૯૦૪ મતદારોએ મતદાન કર્યુ હતુ.
જેની ગણતરી સોમવારે કરાઈ હતી જેમાં લગભગ ચાર રાઉન્ડના અંતે પૂર્વ ડિરેકટર જશુભાઈ પટેલનો પ૭૪ મતે વિજય બન્યા હતા. જયારે તેમના પ્રતિસ્પર્ધી હસમુખભાઈ પટેલને ૩ર૭ મત મળ્યા હતા. મતગણતરી દરમ્યાન ૩ મત અમાન્ય ઠર્યા હતા.
અહેવાલ : યશ ઉપાધ્યાય
આ પણ વાંચો : દારૂના નશામાં ચકચૂર આ કર્મચારીએ લારી ધારક મહિલાને ધાક ધમકી આપી કર્યો દબડાવવાનો પ્રયાસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


