108 Emergency Service: માર્ચ 2025 સુધી અટેન્ડ કર્યા 1.75 કરોડ ઈમરજન્સી કોલ્સ, અણમોલ જીવ બચાવવા અડીખમ
ગુજરાતની 108 Emergency Serviceને માર્ચ 2025 સુધી કુલ 1.75 કરોડ ઈમરજન્સી કોલ્સ મળી ચૂક્યા છે. 108 સેવાએ 21 લાખથી વધુ રોડ એક્સિડન્ટ્સમાં પૂરી પાડી છે ઈમરજન્સી સારવાર. આ ઉપરાંત 57.62 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી સારવાર પૂરી પાડી છે.
Advertisement
- 108 Emergency Serviceને માર્ચ 2025 સુધીમાં મળ્યા છે 1.75 કરોડ ઈમરજન્સી કોલ્સ
- 21 લાખથી વધુ રોડ એક્સિડન્ટ્સમાં પૂરી પાડી છે
- 57.62 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી સારવાર પૂરી પાડી છે
108 Emergency Service: ગુજરાતમાં સતત અણમોલ માનવજીવોને બચાવવાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે 108 Emergency Service. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2007માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી 108 Emergency Service આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ સર્વિસ સાબિત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM BHupendra Patel)ના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ(Hrishikesh Patel)ના નેતૃત્વમાં રાજ્યના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે 108 ઈમરજન્સી સર્વિસીઝ 24X7 વિનામૂલ્યે સેવાઓ આપી રહી છે.

