Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

112 Emergency Service : '112' ઇમરજન્સી સેવા બની ગુજરાતની નવી જીવનદોરી

કોઈપણ કટોકટીની ક્ષણોમાં સમયસર મળતી મદદ જીવન બચાવવા માટે સૌથી મહત્વનું પરિબળ છે. ગુજરાતમાં પોલીસ, ફાયર, મેડિકલ અને હેલ્પલાઈન જેવી વિવિધ સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરતી '૧૧૨' ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ આજે રાજ્યની સાચી જીવાદોરી બની રહી છે..હવે અત્યાધુનિક ડેટા એનાલિટિક્સના ઉપયોગથી મદદ પહોંચાડવાનો સમય ઘટાડીને ૧૦ મિનિટથી પણ ઓછો કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે..
112 emergency service    112  ઇમરજન્સી સેવા બની ગુજરાતની નવી જીવનદોરી
Advertisement

112 Emergency Service : કોઈપણ કટોકટીની ક્ષણોમાં સમયસર મળતી મદદ જીવન બચાવવા માટે સૌથી મહત્વનું પરિબળ છે. ગુજરાતમાં પોલીસ, ફાયર, મેડિકલ અને હેલ્પલાઈન જેવી વિવિધ સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરતી '૧૧૨' ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ આજે રાજ્યની સાચી જીવાદોરી બની રહી છે. રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવ દ્વારા કરવામાં આવેલી સમીક્ષા મુજબ, હવે અત્યાધુનિક ડેટા એનાલિટિક્સના ઉપયોગથી મદદ પહોંચાડવાનો સમય ઘટાડીને ૧૦ મિનિટથી પણ ઓછો કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.

112 Emergency Service-છેલ્લા ૪ મહિનાનું રિપોર્ટ કાર્ડ

રાજ્યની '૧૧૨' સેવાએ માત્ર ચાર મહિનામાં જે ગતિએ કામ કર્યું છે, તેના આંકડા તેની સફળતાની સાક્ષી પૂરે છે:

Advertisement

વિગતઆંકડાકીય માહિતી
કુલ એટેન્ડ કરેલા કેસ૩,૮૨,૭૨૮ (છેલ્લા ૪ મહિનામાં)
દૈનિક સરેરાશ કોલ્સ૧૨,૦૦૦ થી વધુ
જાન્યુઆરી ૨૦૨૬ રિસ્પોન્સ ટાઈમ૧૧ મિનિટ ૫૬ સેકન્ડ
નવો લક્ષ્યાંક (Response Time)૧૦ મિનિટથી ઓછો

112 Emergency Service : મુખ્ય વિશેષતાઓ અને ટેકનોલોજી

  • સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ: પોલીસ, ફાયર, મેડિકલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચાઈલ્ડ અને મહિલા હેલ્પલાઈન માટે માત્ર એક જ નંબર - ૧૧૨.

    Advertisement

  • MDT એપ્લિકેશન: ફિલ્ડમાં હાજર પોલીસ કર્મચારીઓ હવે 'Mobile Data Terminal' દ્વારા કંટ્રોલ રૂમ સાથે સીધા સંપર્કમાં રહી ઝડપી કામગીરી કરશે.

  • માસિક સમીક્ષા: ટેકનોલોજી અને હ્યુમન રિસોર્સની કામગીરીમાં કોઈ ખામી ન રહે તે માટે રાજ્ય પોલીસ વડા દર મહિને આ સેવાની સમીક્ષા કરશે.

પોલીસ વડાનો સંદેશ

રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, "ફિલ્ડ પોલીસ અને કંટ્રોલ રૂમ વચ્ચેનો સચોટ તાલમેલ જ આ સેવાની સફળતાનો પાયો છે. અમારો ઉદ્દેશ્ય ગુજરાતની '૧૧૨' સેવાને સમગ્ર દેશમાં એક આદર્શ અને ભરોસાપાત્ર મોડેલ તરીકે સ્થાપિત કરવાનો છે."

ભરોસાનું બીજું નામ એટલે 112 

જ્યારે આઝાદીના અમૃત કાળમાં ટેકનોલોજી અને સુરક્ષાનો સમન્વય થાય છે, ત્યારે '૧૧૨' જેવી સેવાઓ સામાન્ય નાગરિકના મનમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ જગાડે છે. ૩.૮૨ લાખથી વધુ કેસોમાં મળેલી સફળતા એ સાબિત કરે છે કે ગુજરાતના નાગરિકો હવે કોઈપણ મુસીબતમાં એકલા નથી.

આ પણ વાંચો : Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરળતા, મૃદુતા અને નિખાલસતા પ્રવાસીઓ અને વેપારીઓને સ્પર્શી ગઈ

Advertisement

.

×