ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલના 13 જી.આર.ડી. જવાનોને આપદા મિત્રની તાલીમ અપાઈ

ગુજરાત સરકાર પુર,હોનારત,આગ,ભૂકંપ જેવી બનતી ઘટનાઓ સામે સજ્જ બની રહી છે.ત્યારે ગોંડલના જી.આર.ડી.જવાનોને પણ એન.ડી.આર.એની તાલીમ આપીને સજ્જ કરવામાં આવ્યા છે.તાલીમ પૂર્ણ કરીને પરત ફરેલા ગોંડલના જી.આર.ડી.જવાનોનું ગોંડલ નગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ઘણા...
07:02 PM Jun 01, 2023 IST | Hiren Dave
ગુજરાત સરકાર પુર,હોનારત,આગ,ભૂકંપ જેવી બનતી ઘટનાઓ સામે સજ્જ બની રહી છે.ત્યારે ગોંડલના જી.આર.ડી.જવાનોને પણ એન.ડી.આર.એની તાલીમ આપીને સજ્જ કરવામાં આવ્યા છે.તાલીમ પૂર્ણ કરીને પરત ફરેલા ગોંડલના જી.આર.ડી.જવાનોનું ગોંડલ નગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ઘણા...
ગુજરાત સરકાર પુર,હોનારત,આગ,ભૂકંપ જેવી બનતી ઘટનાઓ સામે સજ્જ બની રહી છે.ત્યારે ગોંડલના જી.આર.ડી.જવાનોને પણ એન.ડી.આર.એની તાલીમ આપીને સજ્જ કરવામાં આવ્યા છે.તાલીમ પૂર્ણ કરીને પરત ફરેલા ગોંડલના જી.આર.ડી.જવાનોનું ગોંડલ નગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ઘણા જી.આર.ડી.જવાનો કાર્યરત છે.ત્યારે તાલુકા પોલીસ મથક હેઠળના 13 જેટલા જી.આર.ડી.જવાનોને પુર,હોનારત,આગ,ભૂકંપ જેવી આફત સમયે સજ્જ કરવાના ઉદેશ સાથે એન.ડી.આર.એફ.ની તાલીમ આપીને સજ્જ કરવામાં આવ્યા છે.ગોંડલ તાલુકાના 13 જેટલા જી.આર.ડી.જવાનોને બનાસકાંઠા જિલ્લાના મંડાણા એસ.આર.પી.ગૃપ-3માં આપદા મિત્ર તરીકે 15 દિવસની તાલીમ આપવામાં આવી હતી.જેમાં પુર,હોનારત,આગ,ભૂકંપ જેવી પરિસ્થિતિ સમયે લોકોની બચાવ કામગીરી કરવા માટે તમામ પ્રકારની તાલીમ આપીને જી.આર.ડી.જવાનોને એન.ડી.આર.એફ.ની ટીમ માફક સજ્જ કરવામાં આવ્યા છે.
જી.આર.ડી.જવાનોની ટીમ હવે ગોંડલમાં એન.ડી.આર.એફ.ની માફક કાર્યરત કરવામાં આવી છે.ત્યારે એન.ડી.આર.એફ.ની ટીમમાં તાલીમબદ્ધ થયેલ જી.આર.ડી.જવાનોમાં એ.એસ.આઈ.મોતીલાલ સિગાજીભાઈ રાવલ,માનદ અધિકારી હિરેનપરી રસીકપરી ગોસ્વામી, નાયક હર્ષદભાઈ અરવિંદભાઈ નિમાવત,નાયક હિતેશભાઈ હરકિશનભાઈ લશ્કરી,ઉપનાયક પ્રશાંતપરી દિલીપપરી ગોસ્વામી અને સભ્યો મળીને કુલ 13 વ્યક્તિઓનો સમાવેશ થવા પામ્યો છે.
એન.ડી.આર.એફ.ની ટીમ માફક કઠીન ટ્રેનિંગ લઈને સજ્જ બનેલ અને ગોંડલમાં કાર્યરત થયેલ  ગોંડલ તાલુકાના જી.આર.ડી.જવાનોનું ગોંડલ નગર પાલિક સતાધીશો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.ગોંડલ નગર ફાયર સ્ટેશન ખાતે નગર પાલિકાના પ્રમુખ પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી,ઉપપ્રમુખ ગૌતમભાઈ સિંધવ,ગોંડલ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા સહિતના લોકોએ એન.ડી.આર.એફ. આપદા મિત્ર તરીકે સજ્જ થયેલ તમામ જી.આર.ડી.જવાનોનું પુષ્પગુછ અર્પણ કરીને શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું આ સાથે આફત સમયે ગોંડલમાં વધુ એક સેવાનો ઉમેરો થવા પામ્યો છે.
અહેવાલ - વિશ્વાસ ભોજાની , ગોંડલ 
આપણ  વાંચો -પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સિંઘને ભાવભરી વિદાય અપાઈ
Tags :
BanaskanthaGondalGujarat GovtMunicipal honorspolice station
Next Article