ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: વાયુ પ્રદૂષણ નિયંત્રણ હેઠળ સુરત મહાનગરપાલિકાની કાર્યવાહી, 145 કન્સ્ટ્રક્શન સાઈટને લાખોનો દંડ

રાજધાની દિલ્લીની જેમ ગુજરાતમાં પણ જાણે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. વધતા પ્રદૂષણને ડામવા માટે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે સુરત (Surat)માં 145 કન્સ્ટ્રક્શન સાઈટને 44 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
12:19 PM Dec 05, 2025 IST | Laxmi Parmar
રાજધાની દિલ્લીની જેમ ગુજરાતમાં પણ જાણે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. વધતા પ્રદૂષણને ડામવા માટે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે સુરત (Surat)માં 145 કન્સ્ટ્રક્શન સાઈટને 44 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
SURAT_GUJARAT_FIRST_NEWS

Surat: શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ રાજધાની દિલ્લી વાયુ પ્રદૂષણની ઝપેટમાં આવી જાય છે. રાજધાનીની હવા અત્યંત ખરાબ શ્રેણીમાં પ્રવેશી ગઈ છે. ત્યારે ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણમાં વધારો થતો જાય છે. ત્યારે તંત્ર હવે સાફાળુ જાગ્યું છે. જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે. અને શહેરમાં પ્રદૂષણ ફેલાવતી કન્સ્ટ્રક્શન સાઈટમાં તપાસ હાથ ધરી.  તપાસ કર્યા પછી 145 કન્સ્ટ્રક્શન સાઈટને 44 લાખ 27 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારમાં આવ્યો છે. આ તમામ બાંધકામમાં ગ્રીન નેટ લગાવેલી ન હોવાનું સામે આવ્યું હતું. ગ્રીન નેટના અભાવે સાઈટમાંથી ધૂળ-રેતી અને સિમેન્ટ ઉડતી હતી. જેના લીધે શહેરની હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી હતી. બાંધકામ સાઈટ પર નિયમોના ઉલ્લંઘન બદલ સુરત કોર્પોરેશનને કડક કાર્યવાહી કરી છે.

 સુરત (Surat) મહાનગરપાલિકાની કાર્યવાહી

Surat શહેરી વિકાસ વિભાગની જુદી જુદી ટીમોએ તપાસ કરી હતી. જેમાં 145 સાઈટમાં નિયમોનો ભંગ થતો હોવાનું સામે આવ્યું હતું. કન્સ્ટ્રક્શન સાઈટમાં ગ્રીન નેટ ન લગાવવી અને બેરિકેટિંગ ન કરવા સહિતની બેદરકારી સામે આવી. આ તમામ બાબતોના લીધે શહેરની હવામાં પ્રદૂષણનું સ્તર વધતું હતું. વાયુ પ્રદૂષણ માટે કારણભૂત પરિબળો સામે આવ્યા હતા.  અધિકારીઓએ તપાસના આધારે સ્થળ પર જ કન્સ્ટ્રક્શન સાઈટને 44 લાખથી વધુનો દંડ ફટકારી દીધો હતો. અને નિયમોના પાલન માટે નોટિસ પણ ફટકારી હતી.

આ પણ વાંચો- Gold Silver Price Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો અમદાવાદનો રેટ

ક્યાં કેટલી કાર્યવાહી કરવામાં આવી?

સુરત મનપાએ સૌથી વધુ સરથાણામાં 26 સાઈટને 8 લાખ 45 હજારનો દંડ ફટકાર્યો છે. અન્ય વિસ્તારની વાત કરીએ તો, વરાછા-અઠવામાં 22-22 સાઈટને 8 લાખ 65 હજારનો દંડ કરાયો. લિંબાયતમાં 14 સાઈટને 6 લાખ 45 હજારનો દંડ કરાયો છે. ઉધના એ અને બીમાં મળીને અંદાજે 30 સાઈટને 7 લાખ જેટલો દંડ કરાયો છે. કતારગામમાં 13 સાઈટને 2 લાખ 80 હજારની પેનલ્ટી ફટકારાઈ. સેન્ટ્રલ ઝોનની 7 સાઈટને 13 લાખ અને રાંદેર વિસ્તારની 14 બાંધકામ સાઈટને સાડા 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શું કહ્યું Surat ના ડેપ્યુટી કમિશનરે?

સુરત (Surat) મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનીષ ડોક્ટરે આ બાબતે જણાવ્યું છે કે, ક્લિન એર એક્શન પ્લાન હેઠળ ગુડ પ્રેક્ટિસિસ (Good Practices) કરવામાં આવે છે. જેમાં ગ્રીન કન્સ્ટ્રક્શન (Green Construction) માટે હવામાં પોલ્યુશનને લઈને ક્રેડાઈ (Credai)સાથે પણ સેશન થતા હોય છે. તેમણે બાંધકામના નિયમો જણાવતા કહ્યું કે, સાઈટ પર ગ્રીનન નેટ લગાવવી, મિટિરિયલ વહન કરતા વાહનોમાંથી રસ્તા પર ઢોળાઈ નહીં તે માટે તાળપત્રી ઢાંકવી, ખોદકામોને બેરિકેટિંગ કરવું. સાઈટની એન્ટ્રી-એક્ઝિટ સ્થળે પણ ધ્યાન રાખવાના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવાની બિલ્ડર્સને સૂચના આપવામાં આવે છે. વધુમાં ડેપ્યુટી કમિશનરે કહ્યું કે, બિલ્ડર્સ પાસેથી પેનલ્ટી વસૂલવાનો એવો કોઈ ઈરાદો નથી હોતો. તંત્રની પ્રયાસ હોય છે કે, કાર્યવાહીથી બિલ્ડર્સ લોબી ગંભીર થાય. અને નિયમોનું કડક પાલન કરે. જેથી શિયાળામાં કથળતી વાયુ ગુણવત્તાને કાબૂમાં લઈ શકાય. જેથી જનતાને કોઈ સમસ્યાનો સામનો કરવો ના પડે.

આ પણ વાંચો- vadodara: મનપાના ક્લાસ-1 અધિકારીઓ માસ CL પર ઉતર્યા, જાણો શું છે સમગ્ર મામલો

Tags :
ActionAir PollutionConstruction SiteGUJARAT FIRST NEWSSurat
Next Article