ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

૧૯મી ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયનશીપ યોજાઈ

૧૯મી ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયનશીપનું આયોજન પોર્ટ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશીપનું આયોજન 24 નવેમ્બર થી 26 નવેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું. એન આ ચેમ્પીયનશીપ ઓલ ઇન્ડિયા વાડો-કાય કરાટે એસોસિએશનના ચેરમેન શિહાન રાજેશ અગ્રવાલ સાહેબના...
03:47 PM Nov 29, 2023 IST | Maitri makwana
૧૯મી ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયનશીપનું આયોજન પોર્ટ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશીપનું આયોજન 24 નવેમ્બર થી 26 નવેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું. એન આ ચેમ્પીયનશીપ ઓલ ઇન્ડિયા વાડો-કાય કરાટે એસોસિએશનના ચેરમેન શિહાન રાજેશ અગ્રવાલ સાહેબના...

૧૯મી ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયનશીપનું આયોજન પોર્ટ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશીપનું આયોજન 24 નવેમ્બર થી 26 નવેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું. એન આ ચેમ્પીયનશીપ ઓલ ઇન્ડિયા વાડો-કાય કરાટે એસોસિએશનના ચેરમેન શિહાન રાજેશ અગ્રવાલ સાહેબના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.

700 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ દેશમાંથી જોડાયા 

જેમાં ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ચીન, નેપાલ , મલેશિયા, શ્રીલંકા, ઉજબેકીસ્તાન, ભૂટાન, ઈન્ડોનેશિયા, યૂરોપ, સહિતના ૧૦ દેશોએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં આશરે 700 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ દેશમાંથી જોડાયા હતા.

અલગ અલગ કેટેગરીમાં ટોટલ 10 લોકોએ 19 મેડલ મેળવ્યા 

જેમાં ઈન્ડિયામાંથી ગુજરાત રાજ્યના અમદાવાદમાંથી 10 લોકોએ ભાગ લીધો હતો. જેમાં કાતા સ્પર્ધામાં 9 મેડલ મળ્યા છે. જેમાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ છે. આ સાથે જ ફાઇટ સ્પર્ધામાં 10 મેડલ મળ્યા છે. જેમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. તેમજ અલગ અલગ કેટેગરીમાં ટોટલ 10 લોકોએ 19 મેડલ મેળવ્યા છે.

વાડો-કાઇ દ્વારા બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવામાં આવ્યા 

આ વિદ્યાર્થિઓ કરાટે કોચ સેન્સેય ફાલ્ગુની મેઘનાથી તેમજ સેન્સેય નવાઝ બ્લોચના નેતૃત્વ હેઠળ કરાટે તાલીમ મેળવી છે . અને આ ૧૯મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પયનશીપમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સાઉથના ઍક્ટર શ્રી સુમન તલવાર સર, યૂરોપથી આવેલ મહેમાન વાડો-કાય વાઈસ પ્રેસિડેન્ટ બેરી વીલકીસન સર, WKF જ્જ સાહિન અખ્તર મેમ દ્વારા કરાટે માર્ગદર્શન આપવામાં આવ્યો હતો. તેમજ વાડો-કાઇ દ્વારા બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - BOTAD : કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોમાં થયેલ નુકસાનને લઈને સર્વેની કામગીરી શરૂ કરાઇ

Tags :
Andhra PradeshGujarat FirstInternational Karate ChampionshipKarate Championshipmaitri makwanaPort StadiumVisakhapatnam
Next Article