ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ એરપોર્ટ પરથી ફિલીપાઇન્સની મહિલા પાસેથી સ્કૂલ બેગમાં 2.121 કિલો ડ્રગ્સ ઝડપાયું

Ahmedabad Airport : સોનાની દાણચોરી (Smuggling of gold) માટે વિશ્વ ભરમાં કુખ્યાત અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad International Airport) પરથી માત્ર સોનાની જ દાણચોરી નહીં પરંતુ હેરફેર માટે પણ ગુજરાત હવે દિનપ્રતિદિન એપી સેન્ટર બની રહ્યું છે. એરપોર્ટ પરથી ડ્રગ્સ માફિયાઓ...
11:15 PM Jun 12, 2024 IST | Hardik Shah
Ahmedabad Airport : સોનાની દાણચોરી (Smuggling of gold) માટે વિશ્વ ભરમાં કુખ્યાત અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad International Airport) પરથી માત્ર સોનાની જ દાણચોરી નહીં પરંતુ હેરફેર માટે પણ ગુજરાત હવે દિનપ્રતિદિન એપી સેન્ટર બની રહ્યું છે. એરપોર્ટ પરથી ડ્રગ્સ માફિયાઓ...
Drugs in Ahmedabad Airport

Ahmedabad Airport : સોનાની દાણચોરી (Smuggling of gold) માટે વિશ્વ ભરમાં કુખ્યાત અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad International Airport) પરથી માત્ર સોનાની જ દાણચોરી નહીં પરંતુ હેરફેર માટે પણ ગુજરાત હવે દિનપ્રતિદિન એપી સેન્ટર બની રહ્યું છે. એરપોર્ટ પરથી ડ્રગ્સ માફિયાઓ (Drug mafias) ડ્રગ્સ પણ ઘુસાડી રહ્યા છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad International Airport) પરથી નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદ ઝોનલ યુનિટે એક ફિલીપાઇન્સ મહિલા (Philippines woman) પાસેથી 2.121 કિલો ડ્રગ્સ કબજે લઇ તેની ધપકડડ કરી છે. હવે આ ડ્રગ્સ કોના માટે લાવવામાં આવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું તેની તપાસ ચાલી રહી છે આ ઉપરાંત ફિલિપાઇન્સ મહિલા વારંવાર ભારતમાં આવી હોવાનું ધ્યાને આવતાં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સ સિન્ડીકેટના મૂળમાં પહોંચવા માટે એનસીબીની ટીમ કામે લાગી ગઇ છે. સ્કુલ બેગમાં ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું.

અમદાવદા ઇન્ટરનેશલ એરપોર્ટ પરથી રોજ થોકબંધ સોનું નિકળી રહ્યું છે. દાણચોરીની આ સિન્ડીકેટને અટકાવવામાં તમામ એજન્સીઓ નિષ્ફલ સાબિત થઇ છે. ત્યારે જ તાજેતરમાં કસ્ટસ્મસની નજરથી બચી ગયેલા સ્મગલરોના પેડલરોને ડીઆરઆઇની ટીમે અમદાવાદ એરપોર્ટ નજીકની હોટલમાંથી ઝડપી લીધા છે. તેમની પાસેથી 10 કિલો દાણચોરીનું સોનું 10 પેડલરોની ટીમ ઝડપાઇ છે. હવે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે કસ્ટમ્સ અને એર ઇન્ટેલિજન્સના અધિકારીના ધ્યાનમાં આ સોનું કેમ આવ્યું નહી. કે પછી ડીઆરાઇ પેડલરો સોનું લઇને બહાર આવે તેની વાટ જોતા હતા. આ ઘટના બાદ સીબીઆઇ. ડીઆરઆઇ. ઇડી. કસ્ટમ્સ ઇન્ટેલિજન્સ, ઇનકમ ટેક્સ ઇન્ટેલિજન્સની ટીમો એરપોર્ટ પર વોચ રાખી રહી છે. જ્યારે દે દિવસે સોનું આવ્યું હતુ તે સમયે ફરજ બજાવનાર અધિકારીઓની હાકલ પટ્ટી કરી દેવામાં આવી છે.

આટલી બધી એજન્સીઓની નજર હોવા છતાં ફિલીપાઇન્સની મહિલા જીનાલીન પડિવાન લિમોન(ઉવ. 41 રહે. ફિલિપાઇન્સ)ને એનસીબીએ 2.121 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધી છે. હવે તેની પૂછપરછ ચાલી રહી છે. એનસીબી દ્વારા ડ્રગ્સ સિન્ડીકેટનો પરદાફાશ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદ શહેર જાણેકે ડ્રગ્સ સીટી બની ગયું હોય તેમ પાનના ગલ્લા પર પણ ડ્રગ્સ મળી રહ્યું છે બીજી તરફ એટીએસ જેવી એજન્સીઓએ હજારો કરોડના ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ઝડપી લીધા છે. ત્યારે જ ડ્રગ્સ સાથે સીધા એરપોર્ટ પર જ લેન્ડ થવાની મોડેસ ઓપરેન્ડીને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. મહિલા ફિલીપાઇન્સથી સીધી અમદાવાદ આવી હતી કે વાયા કોઇ દેશમાં થઇને આવી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

અહેવાલ - દિર્ઘાયુ વ્યાસ

આ પણ વાંચો - Ahmedabad: પોલીસ સાથે દાદાગીરી ભારે પડી! અસામાજિક તત્વો હવે ખાશે જેલની હવા

આ પણ વાંચો - ACB ની કચેરીમાં સામે પગલે ચાલીને ફરાર PI કેમ હાજર થયા ?

Tags :
2.121 kg of drugsAhmedabadAhmedabad AirportAhmedabad airport NewsAhmedabad International AirportAhmedabad NewsDrug mafiasdrugsGujaratGujarat FirstGujarat NewsPhilippine womanschool bag
Next Article