સુરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનું ફરી અપહરણ કરનારી 2 મહિલા ઝડપાઇ
અહેવાલ---આનંદ પટણી, સુરત સુરતના સરથાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક 12 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનારા આરોપીને પકડી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જોકે આ અંગેની અદાવત રાખીને આરોપીની પત્ની, માતા અને અન્ય સંબંધી દ્વારા ફરી એક વખત આ...
Advertisement
અહેવાલ---આનંદ પટણી, સુરત
સુરતના સરથાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક 12 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનારા આરોપીને પકડી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જોકે આ અંગેની અદાવત રાખીને આરોપીની પત્ની, માતા અને અન્ય સંબંધી દ્વારા ફરી એક વખત આ બાળકીનું અપહરણ કરતા પોલીસે બે મહિલાને પકડી પાડી હતી.
બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ
સુરત શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે. જોકે નાની બાળકીઓ પર અત્યાચારના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં બનવા પામી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી એક 12 વર્ષીય બાળકીને એક પરણિત યુવક અપહરણ કરીને સુરેન્દ્રનગર નગરના સુડા ગામ લઈ ગયો જ્યાં આ બાળકી પર આરોપી ઉમેશે દુષ્કર્મ કર્યું હતું. જોકે આ મામલે સરથાણા પોલીસ મથકે બાળકીના માતા પિતાએ ફરિયાદ કરતા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને અપહરણ કરવામાં આવેલ બાળકીને મુક્ત કરાવી હતી.
ફરીથી બાળકીનું અપહરણ કરાયુ
જોકે આ ઘટના બન્યા બાદ થોડા દિવસમાં જ આરોપીની પત્ની, તેની માતા અને અન્ય સંબંધી દ્વારા એક કાવતરું રચવામાં આવ્યું હતું અને મોકાનો લાભ લઈને ફરી એકવાર સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાળકીને માર મારવામાં આવ્યો હતો. આરોપી ઉમેશ જેલમાં જતા સાસુ વહુ અને અન્ય સગા સબંધીએ અંગત અદાવત રાખીને ફરી એકવાર બાળકીનું અપહરણ કરતા બાળકીના પરિવારજન ફરી સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ કરતા સરથાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને પકડી પાડી બાળકીને મુક્ત કરાવી હતી. આ સમગ્ર મામલે બે મહિલા આરોપી મધુબેન છનાભાઈ સોલંકી અને કિરણબેન રસિકભાઈ વાણોદિયાને પકડી ધરપકડ કરવામાં આવી હતી. જોકે મુખ્ય સૂત્રધાર ઉમેશની પત્ની સંગીતા ઉગરેજીયા અને તેની તેની બહેન મનીષા સોવાસીયા ભાગી છૂટતા બંને ને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


