ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલમાં હોસ્પિટલમાંથી સગીરાનું અપહરણ કરનાર દંપતી સહિત 3 ઝડપાયા

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ(Gondal) ની સિવિલ હોસ્પિટલમાંથી બપોરના સુમારે આદિવાસી પરિવારની દસ વર્ષની બાળકીનું બે પુરુષ અને એક મહીલાએ અપહરણ કર્યું હતું. પોલીસે બે ત્રણ કલાકની જહેમત કરીને અપહરણકર્તાઓને ઝડપી લીધા હતા. નાસ્તાની લાલચ આપી અપહરણ પ્રાપ્ત વિગત મુજબ બપોરના...
09:16 AM Aug 02, 2023 IST | Vipul Pandya
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ(Gondal) ની સિવિલ હોસ્પિટલમાંથી બપોરના સુમારે આદિવાસી પરિવારની દસ વર્ષની બાળકીનું બે પુરુષ અને એક મહીલાએ અપહરણ કર્યું હતું. પોલીસે બે ત્રણ કલાકની જહેમત કરીને અપહરણકર્તાઓને ઝડપી લીધા હતા. નાસ્તાની લાલચ આપી અપહરણ પ્રાપ્ત વિગત મુજબ બપોરના...
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ 
ગોંડલ(Gondal) ની સિવિલ હોસ્પિટલમાંથી બપોરના સુમારે આદિવાસી પરિવારની દસ વર્ષની બાળકીનું બે પુરુષ અને એક મહીલાએ અપહરણ કર્યું હતું. પોલીસે બે ત્રણ કલાકની જહેમત કરીને અપહરણકર્તાઓને ઝડપી લીધા હતા.
નાસ્તાની લાલચ આપી અપહરણ
પ્રાપ્ત વિગત મુજબ બપોરના સુમારે  મુળ એમપીના જાંબુઆના કૈડાવત ગામના અને હાલ ગોંડલ માંડવીચોક મા ફુટપાથ પર રહેતા  અને મજુરીકામ કરતું આદિવાસી પરિવાર દસ વર્ષ ની પુત્રી સાથે  સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યું હતું.પરિવાર હોસ્પિટલના ઓપીડી વિભાગ પાસે બેઠું હતું ત્યારે એક સગર્ભા મહીલા અને બે પુરુષ ત્યાં આવી મીઠી મીઠી વાતો કરી આદિવાસી પરિવારની મહીલાને રુ.પચાસ ની નોટ આપી ફોસલાવી હતી. ત્યારબાદ બાળકીને નાસ્તો કરાવતા આવીએ અને તમારા માટે જમવાનું લઈ આવીએ તેવુ કહી બાળકી ને લઈને રફ્ફુચકર થઈ ગયું હતું.
પોલીસ દોડી આવી
જો કે બાળકી પરત નહીં આવતાં પરિવારે હોસ્પિટલમાં સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડને જાણ કરતા તેમણે તુરંત ગોંડલ ડીવાયએસપી સહિત પોલીસને બનાવ અંગે વાકેફ કરાતા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી.
પોલીસે શોધખોળ શરુ કરી
ડીવાયએસપી ઝાલા, પીઆઇ.સાંગાડા,એલસીબી ટીમ,શાપર વેરાવળ,જશદણ સહિતની પોલીસની ટીમોએ બાળકીની શોધખોળ શરુ કરી હતી.સીસીટીવીના આધારે તપાસ કરી અપહરણ કરનાર દંપતિ  જાલુ પાંગા શિંગાડ તથા ગીતાબેન ને દબોચી લઇ પુછપરછ કરતા અપહૃત બાળા કૌટુંબીક બનેવી મનસુખ મદન પસાયા પાસે હોવાની કબુલાત આપતાં પોલીસે મનસુખને ઝડપી લઇ બાળાને મુકત કરાવી હતી.
બાળાનું લગ્ન કરાવી પૈસા કમાવાનો ઇરાદો હતો
પોલીસ પુછપરછમાં જાલુ શિંગાડે એવી કબુલાત આપી હતી કે અમારા સમાજમાં દિકરીના લગ્ન  સમયે સામેવાળા તરફ થી દિકરી પક્ષને ચાર થી પાંચ લાખ આપતા હોવાથી બાળાનું અપહરણ કર્યુ હતુ. બાળાના અપહરણ બાદ બે વર્ષ સાથે રાખી તેના લગ્ન કરાવી ચાર થી પાંચ લાખ રુપીયા કમાવવાનો ઇરાદો હતો.
આ પણ વાંચો----RAJKOT : ખોડલધામના ચેરમેન NARESH PATEL ની કંપની સાથે છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો
Tags :
Gondalkidnappplice
Next Article