ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ધરોઈ ડેમના દરવાજા ખોલાતા વડનગર પાસે સાબરમતી નદીમાં 6-7 લોકો ફસાયા; બચાવ કામગીરી ચાલું

વડનગરના વાગડી ગામમાં સાબરમતી નદીમાં 6-7 લોકો ફસાયા: બચાવ કામગીરી શરૂ
07:08 PM Aug 23, 2025 IST | Mujahid Tunvar
વડનગરના વાગડી ગામમાં સાબરમતી નદીમાં 6-7 લોકો ફસાયા: બચાવ કામગીરી શરૂ

વડનગર : મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વાગડી ગામ નજીક સાબરમતી નદીના પટમાં એક ગંભીર ઘટના બની, જેમાં 6 થી 7 લોકો ફસાઈ ગયા. આ લોકો ટ્રેક્ટર લઈને નદીમાંથી રેતી ખનન કરવા ગયા હતા, પરંતુ ધરોઈ ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતાં નદીનો પ્રવાહ અચાનક વધ્યો, અને તેઓ નદીની વચ્ચે ફસાઈ ગયા.

આ ઘટના વડનગર તાલુકાના વાગડી ગામ નજીક સાબરમતી નદીના તટ પર બની છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, જેના કારણે નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું હોવાના કારણે ટ્રેક્ટર લઈને રેતી લેવા ગયેલા લોકો ફસાઈ ગયા હતા. અચાનક પાણી આવતા તેમને બહાર નિકળી શક્યા નહતા.

ફસાયેલા લોકો ટ્રેક્ટરની મદદથી નદીના પટમાંથી રેતી ખોદવા ગયા હતા. ડેમમાંથી પાણી છોડાતાં નદીનો પ્રવાહ તીવ્ર બન્યો, અને ટ્રેક્ટર સહિત લોકો નદીના પાણીમાં ઘેરાઈ ગયા હતા. સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી જેમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં રોપ્સ, બોટ્સ, અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.

ઉલ્લેખનિય છે કે, હાલમાં ઉપરવાસમાં વરસાદ પડતા ધરોઈ ડેમ 94 ટકા જેટલો ભરાઈ ગયો હોવાના કારણે તેના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ધરોઈ ડેમની ભયજનક સપાટીને ધ્યાનમાં રાખીને પાણી છોડવામાં આવ્યું હતું. ધરોઈનું પાણી સાબરમતી નદી થકી અમદાવાદ સુધી આવતું હોય છે. આ લાંબી મુસાફરીમાં અનેક જગ્યાઓ ઉપર તેના પટ્ટમાથી લોકો રેતી લેતા હોય છે.

આ પણ વાંચો- સુરતમાં 3 વર્ષના બાળકનું અપહરણ અને હત્યા : કુશીનગર એક્સપ્રેસના શૌચાલયમાંથી મૃતદેહ મળ્યો, માસીનો દીકરો ફરાર

Tags :
#VagdigamDharoiDamFireBrigadegujaratnewsMehsanaRescueOperationSabarmatiRiverVadnagar
Next Article