ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SabarDairy : 61 મી સાધારણ સભા યોજાઈ, ભાવફેર તફાવતનાં 158 કરોડ દૂધ ઉત્પાદકોને ચૂકવાશે

જો કે, તત્કાલિન સમયે સાધારણ સભા યોજાય કે ન યોજાય તો પણ ભાવફેરની રકમ ચૂકવવામાં વિલંબ થશે નહીં.
11:12 PM Aug 11, 2025 IST | Vipul Sen
જો કે, તત્કાલિન સમયે સાધારણ સભા યોજાય કે ન યોજાય તો પણ ભાવફેરની રકમ ચૂકવવામાં વિલંબ થશે નહીં.
SabarDairy_Gujarat_first
  1. સાબરડેરીની 61 મી સાધારણ સભામાં મોટી જાહેરાત કરાઈ (SabarDairy)
  2. 13 મી ઓગસ્ટે ભાવફેરની તફાવતનાં 158 કરોડ દૂધ ઉત્પાદકોને ચુકવી દેવાશે
  3. સભાસદ મંડળીઓને વધારાના 10 કરોડ ડિવિડન્ડ પેટે મળશે
  4. સ્થાનિક મંડળીઓનાં સેક્રેટરી તથા ચેરમેન સાથે વર્ષમાં બે વખત વાર્તાલાપ થશે

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી જિલ્લાના (Aravalli) દૂધ ઉત્પાદકો માટે જીવાદોરી તથા આર્થિક સધ્ધરતામાં યશ કલગીનું પીંછ ઉમેરતી સાબરડેરીની (SabarDairy) સોમવારે 61 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં એજન્ડામાં સુચવાયેલા કામો અંગે ચર્ચા કરાઈ હતી. ત્યાર બાદ સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો જે અંતર્ગત હવે પછી સાબરડેરી પોતાના દૂધ ઉત્પાદકોને 30 જૂન સુધીમાં ભાવફેરની રકમ ચૂકવી દેશે. જો કે, તત્કાલિન સમયે સાધારણ સભા યોજાય કે ન યોજાય તો પણ ભાવફેરની રકમ ચૂકવવામાં વિલંબ થશે નહીં. સાથો-સાથ બંને જિલ્લાના દૂધ ઉત્પાદકો પાસેથી રોજબરોજ દૂધનું સંપાદન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા સ્થાનિક મંડળીઓનાં સેક્રેટરી તથા ચેરમેન સાથે સાબરડેરીનું નિયામક મંડળ વર્ષમાં બે વખત વાર્તાલાપ કરીને તેમની રજૂઆતો સાંભળ્યા બાદ નિરાકરણ લાવવામાં આવશે.

3.50 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ભાવફેરની રકમ 30 જૂન સુધીમાં ચૂકવાશે

સાબરડેરીનાં ચેરમેન શામળ પટેલ (Shamal Patel) તથા નિયામક મંડળનાં જણાવ્યા મુજબ, સાબરડેરીની 61 મી સાધારણ સભા સોમવારે ડેરીનાં ઓડિટોરિયમમાં યોજાઈ હતી, જેમાં એજન્ડામાં જણાવાયેલા સાતેય કામો અંગે ચર્ચા કરાઈ હતી. ત્યારબાદ તમામ ઉપસ્થિત સભાસદોએ આ કામોને સર્વાનુમતે બહાલી આપી હતી. જેમાં મુખ્યત્વે હવે પછીના વર્ષોમાં સાબરડેરી બંને જિલ્લાના અંદાજે 3.50 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને તેમના હક સમાન ભાવફેરની રકમ 30 જૂન સુધીમાં ચૂકવી અપાશે, જેને ઉપસ્થિત સભાસદોએ આવકારી હતી.

આ પણ વાંચો - અમદાવાદ પ્લેન ક્રેશ: યુએસ વકીલે બ્લેક બોક્સના રિપોર્ટની કરી માગણી, દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત

સાબરકાંઠા-અરવલ્લી સ્થા. મંડળીઓનાં સેક્રેટરી-ચેરમેન સાથે વર્ષમાં બે વાર વાર્તાલાપ

આ ઉપરાંત સ્થાનિક મંડળીઓમાં ચુંટાયેલા ચેરમેન અને સેક્રેટરીને ખાસ કરીને રોજબરોજ દૂધ ઉત્પાદકોને (Milk Producer) જરૂરી માહિતી આપવી પડે છે પરંતુ, કેટલાક સભાસદો જાણે અજાણે જે પ્રત્યાઘાત આપે છે તેના કારણે ગામમાં અનેક ચર્ચાઓ જોર પકડે છે, જેથી સાબરડેરીનાં નિયામક મંડળે વર્ષમાં બે વખત સાબરકાંઠા અને અરવલ્લીનાં ચેરમેન તથા સેક્રેટરીઓને કદાચ તેમને મુઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વાર્તાલાપ કરીને જરૂરી માર્ગદર્શન આપવાનો નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો - Bhavnagar : રોટરી ક્લબ-ભાવનગર વાયબ્રન્ટ દ્વારા સર્વાઇકલ કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો

ભાવફેર તફાવત પેટે દૂધ ઉત્પાદકોને કેટલી રકમ મળશે ?

સાબરડેરીએ (SabarDairy) સાબરકાંઠા અને અરવલ્લીનાં દૂધ ઉત્પાદકોને થોડાક સમય અગાઉ ભાવફેરની રકમને આધાર ગણીને અંદાજે પ્રતિ કિલો ફેટ દીઠ રૂ.960 મુજબ ચૂકવ્યા હતા. પરંતુ, સભાસદોની તથા દૂધઉત્પાદકોને લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને કિલો ફેટના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જે મુજબ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ દીઠ રૂ.995 મુજબ ચુકવણી થશે. જે પેટે ભાવફેરની બાકી રકમ એટલે કે પ્રતિ કિલો ફેટ દીઠ રૂ.35 મુજબની ચુકવણી 13 થી 14 ઓગસ્ટ સુધીમાં તહેવારોને ધ્યાનમાં રાખીને તરત જ સ્થાનિક મંડળીઓને ચૂકવી દેવામાં આવશે. ત્યારે દૂધ ઉત્પાદકોને અંદાજે રૂ.158 કરોડથી વધુ મળવાપાત્ર છે. આમ ચાલુ વર્ષે બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોને ભાવફેર પેટે રૂપિયા કરોડ 528 કરોડથી વધુની રકમ મળી છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા 

આ પણ વાંચો - Jamnagar : ગેરકાયદેસરનાં બાંધકામ સામે તંત્રની લાલ આંખ! વર્ષો જૂના દબાણો દૂર કરાયાં

Tags :
AravalliBoard of Directors of SabarDairygujaratfirst newsLocal BodiesMilk ProducerSabarDairySabarDairy 61st Annual General MeetingSabarkanthaShamal PatelTop Gujarati News
Next Article