ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સાબરડેરી ચુંટણીની એક બેઠક માટે ૯૯.૩૪ ટકા મતદાન થયું

સાબરડેરી ચુંટણી : સાબરડેરીના નિયામક મંડળની ૧૬ પૈકી ૧પ બેઠક બિનહરીફ થયા બાદ બાકીની એક બેઠક માટે રવિવારે સાબરડેરીના ઓડીટોરીયમમાં ચુંટણી અંતર્ગત મતદાન થયુ હતુ. જેમાં ૯૯.૩૪ ટકા મતદાન થયું છે. મતદાર યાદીમાં નોંધાયેલા અંદાજે ૯૧૦ મતદારો પૈકી ૯૦૪ મતદારોએ...
10:47 PM Mar 10, 2024 IST | Harsh Bhatt
સાબરડેરી ચુંટણી : સાબરડેરીના નિયામક મંડળની ૧૬ પૈકી ૧પ બેઠક બિનહરીફ થયા બાદ બાકીની એક બેઠક માટે રવિવારે સાબરડેરીના ઓડીટોરીયમમાં ચુંટણી અંતર્ગત મતદાન થયુ હતુ. જેમાં ૯૯.૩૪ ટકા મતદાન થયું છે. મતદાર યાદીમાં નોંધાયેલા અંદાજે ૯૧૦ મતદારો પૈકી ૯૦૪ મતદારોએ...
સાબરડેરી ચુંટણી : સાબરડેરીના નિયામક મંડળની ૧૬ પૈકી ૧પ બેઠક બિનહરીફ થયા બાદ બાકીની એક બેઠક માટે રવિવારે સાબરડેરીના ઓડીટોરીયમમાં ચુંટણી અંતર્ગત મતદાન થયુ હતુ. જેમાં ૯૯.૩૪ ટકા મતદાન થયું છે. મતદાર યાદીમાં નોંધાયેલા અંદાજે ૯૧૦ મતદારો પૈકી ૯૦૪ મતદારોએ મતદાન કર્યું હતુ. હવે સોમવારે મતગણતરી હાથ ધરાશે.

સાબરડેરી ચુંટણી

આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રવિવારે સાબરડેરીના નિયામક મંડળની માલપુર બેઠક બિનહરીફ ન થવાને કારણે મતદાન યોજાયું હતુ. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નોંધાયેલા અંદાજે ૯૧૦ મતદારો પૈકી મોટાભાગના તમામ મતદારોએ મત કેન્દ્ર પર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમ્યાન લગભગ ૬પ ટકાથી વધુ મતદાન થયુ હોવાનું સૂત્રોમાંથી જણાવાયું હતુ.
ત્યારબાદ સાંજે પાંચ વાગ્યા સુધી સમયાંતરે આવેલા મતદારોએ પોતાના વિભાગના મતદાન મથકે જઈને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યુ હતુ. મળતી માહિતી મુજબ સાંજે પ વાગ્યે મતદાન કરવાનો સમય પૂર્ણ થયો ત્યારે અંદાજે લગભગ ૯૯.૩૪ ટકા મતદાન થયું હોવાનું સૂત્રોમાંથી જણાવાયું છે. વધુમાં જણાવાયા મુજબ જે ૬ મતદારો મતદાન કરવાથી ગમે તે કારણસર વેગળા રહયા છે.
અહેવાલ  - યશ ઉપાધ્યાય 
આ પણ વાંચો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૮મો પદવીદાન સમારોહ યોજાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Dairydairy electionElectionGujaratGujarat FirstHimatnagarsabar dairySabarkantha
Next Article