ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલ પંથકની 16 વર્ષીય સગીરા પર બિલિયાળાના યુવાને દુષ્કર્મ આચર્યું

સગીરા સાથે દુષ્કર્મ : ગોંડલ પંથકની 16 વર્ષીય સગીરા પર બિલિયાળાના યુવાને દુષ્કર્મ આચર્યું છે. સગીરાના પોતાની સાથે થયેલું કૃત્ય કોઈને જણાવી શકતી ન હોય, ગત શનિવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો. આ અંગે દુષ્કર્મ અને પોક્સોની કલમો...
03:57 PM Mar 21, 2024 IST | Harsh Bhatt
સગીરા સાથે દુષ્કર્મ : ગોંડલ પંથકની 16 વર્ષીય સગીરા પર બિલિયાળાના યુવાને દુષ્કર્મ આચર્યું છે. સગીરાના પોતાની સાથે થયેલું કૃત્ય કોઈને જણાવી શકતી ન હોય, ગત શનિવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો. આ અંગે દુષ્કર્મ અને પોક્સોની કલમો...
સગીરા સાથે દુષ્કર્મ : ગોંડલ પંથકની 16 વર્ષીય સગીરા પર બિલિયાળાના યુવાને દુષ્કર્મ આચર્યું છે. સગીરાના પોતાની સાથે થયેલું કૃત્ય કોઈને જણાવી શકતી ન હોય, ગત શનિવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો. આ અંગે દુષ્કર્મ અને પોક્સોની કલમો હેઠળ ગોંડલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ, ગોંડલ તાલુકા પોલીસ મથકે 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ મુજબ, ભોજપરામાં સગીરા ઘરે એકલી હતી ત્યારે પાડોશના ઘરે આવેલ બિલિયાળાના યુવાને સગીરાની એકલતાનો લાભ લીધો હતો. પાડોશીના મકાનમાંથી વંડી ટપી આરોપી સગીરાના ઘરમાં ઘૂસ્યો હતો. સગીરાની સાથે બળજબરી કરી હતી. ડરી ગયેલી સગીરા કંઈ સમજે તે પહેલાં આરોપીએ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. હવસ સંતોષાઈ જતા આરોપી ત્યાંથી નીકળી ગયો હતો.
હવે પોતાની સાથે થયેલું આ કૃત્ય અને આપવીતી સગીરા કોઈને જણાવી શકે એવી સ્થિતિમાં નહોતી. આ કૃત્ય 7 માર્ચે થયું હતું. સગીરા ડિપ્રેશનમાં આવી જતા ગત શનિવારે પોતાના ઘરે જ ગળાફાંસો લગાવી લીધો હતો. જોકે પરિવારના સભ્યો જોઈ જતા સગીરાનો જીવ બચી ગયો હતો. રડતા રડતા સગીરાએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવી હતી. જાણીને પરિવાર પણ સ્તબ્ધ થઈ ગયો હતો અને અંતે પોલીસ ફરીયાદ કરવા નક્કી કર્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીનું નામ મોહિત રાઠોડ છે. પીએસઆઇ જે.એમ. ઝાલા અને તેમની ટીમે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી 
આ પણ વાંચો : ગોંડલ માર્કેટિંગ યાર્ડ આગામી તહેવાર તેમજ માર્ચ એન્ડીંગને લઈને 8 દિવસ કામકાજ બંધ રહેશે
આ પણ વાંચો : Badaun Murder Case: હત્યામાં સંડોવાયેલા બીજા ‘જલ્લાદ’ની પણ ધરપકડ, વીડિયો વાયરલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CRIME AGAINST WOMANCrime NewsForceGondalminorPOCSOpolicePolice complaintRAJKOTRape
Next Article