ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Padra : 2 વર્ષનું બાળક જીવતા વીજ વાયરને અડી જતાં મોત

અહેવાલ---વિજય માલી, પાદરા પાદરા તાલુકાના મુજપુર ખાતે રહેતા પરિવારના બે વર્ષ ચાર માસનો માસૂમ બાળક ઘરમાં રમી રહ્યો હતો તે દરમિયાન રમતા રમતા પતરા પર નાખેલા વીજળીના તારને અડી જતા બાળકને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે...
04:01 PM Oct 17, 2023 IST | Vipul Pandya
અહેવાલ---વિજય માલી, પાદરા પાદરા તાલુકાના મુજપુર ખાતે રહેતા પરિવારના બે વર્ષ ચાર માસનો માસૂમ બાળક ઘરમાં રમી રહ્યો હતો તે દરમિયાન રમતા રમતા પતરા પર નાખેલા વીજળીના તારને અડી જતા બાળકને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે...

અહેવાલ---વિજય માલી, પાદરા

પાદરા તાલુકાના મુજપુર ખાતે રહેતા પરિવારના બે વર્ષ ચાર માસનો માસૂમ બાળક ઘરમાં રમી રહ્યો હતો તે દરમિયાન રમતા રમતા પતરા પર નાખેલા વીજળીના તારને અડી જતા બાળકને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાળક વીજ વાયરને અડી ગયું

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે આવેલ આથમણા ગામે ભાથુજી મંદિર પાછળ રહેતા પ્રવિણસિંહ જાદવ ડીજે વગાડવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગતરોજ બપોરના સમયે તેમનો બે વર્ષ અને ચાર માસનો દીકરો અનિરુધ્ધ ઘરમાં રમી રહયો હતો. દરમિયાન રમતા રમતા અનિરુધ્ધ ઘરના પતરા પર નાખેલા વીજળીના તારને અડી જતા વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પાદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો---RAJKOT : રખડતાં ઢોર પકડાશે દંડની રકમ ત્રણ ગણી વસૂલાશે

Tags :
Deathlive electric wirePadrapolice
Next Article