Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad : પાન પાર્લરમાંથી જપ્ત કરાયેલી નશીલી સિરપ મામલે 2 શખ્સ સામે ગુનો નોંધાયો

અહેવાલ--- ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ પોલીસે એસ ટી ડેપોમાં આવેલા ન્યુ માધવ પાન પાર્લરમાંથી નશીલી સિરપ ઝડપાતા ગુનો નોંધાયો છે. ન્યુ માધવ પાન પાર્લરમાંથી ઝડપાયેલી 28 બોટલ સિરપનો એફએસએલ રીપોર્ટ આવતા પાન પાર્લરના માલિક સહિત બે શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ...
botad   પાન પાર્લરમાંથી જપ્ત કરાયેલી નશીલી સિરપ મામલે 2 શખ્સ સામે ગુનો નોંધાયો
Advertisement

અહેવાલ--- ગજેન્દ્ર ખાચર, બોટાદ

બોટાદ પોલીસે એસ ટી ડેપોમાં આવેલા ન્યુ માધવ પાન પાર્લરમાંથી નશીલી સિરપ ઝડપાતા ગુનો નોંધાયો છે. ન્યુ માધવ પાન પાર્લરમાંથી ઝડપાયેલી 28 બોટલ સિરપનો એફએસએલ રીપોર્ટ આવતા પાન પાર્લરના માલિક સહિત બે શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ છે.

Advertisement

સિરપમાં આલ્કોહોલ હોવાનું બહાર આવ્યું

Advertisement

બોટાદ પોલીસે જુલાઈ માસમાં શહેરમાં આવેલ એસ ટી ડેપોમાં એક પાન પાર્લરની દુકાનમા બાતમીના આધારે રેડ કરતા દુકાનમાંથીઅલગ-અલગ બ્રાન્ડની આર્યુવેદીક સિરપ ની 28 બોટલ મળીઆવી હતી જ્યારે પોલીસે 4172 રૂપિયા કિંમતની 28 બોટલ જપ્ત કરી દુકાનના માલિક વિરૂધ્ધ જાણવા જોગ ફરીયાદ નોંધી શંકાસ્પદ સિરપની બોટલના સેમ્પલ જૂનાગઢ એફએસએલમાં મોકલેલી સિરપમાં આલ્કોહોલ હોવાનું એફએસએલના રીપોર્ટમાં આવતા બોટાદ પોલીસે દુકાનના માલિક સહિત બે શખ્સો સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને પકડવા ચકો ગતીમાન કર્યા છે.

સેમ્પલ જુનાગઢ એફએસએલમાં મોકલાયા હતા

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગત તા. 15 જુલાઈ 23 ના રાત્રી દરમ્યાન બોટાદ શહેર પોલીસે શહેરનાં પાળીયાદ રોડ પર આવેલ એસ ટી ડેપોમાં ન્યુ માધવ પાન પાર્લર ની દુકાને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન અલગ અલગ બ્રાન્ડની આર્યુવેદીક સિરપ ની 28 બોટલો મળી આવતા દુકાનના માલિક ને સિરપ મામલે પુછતા કોઈપણ પાસ પરમીટ ન હોવાનું પોલીસને જણાવતા પોલીસને શંકા જતા બોટાદ પોલીસે રૂપિયા 4172 ની કિંમતની 28 બોટલો જપ્ત કરી ને પાન પાર્લરના માલિક વિરુદ્ધ જાણવા જોગ ફરીયાદ નોંધી હતી અને પોલીસે સિરપની બોટલના સેમ્પલ જુનાગઢ એફએસએલમાં મોકલેલ હતા.

2 શખ્સ સામે ગુનો નોંધાયો

આ સિરપમાં આલ્કોહોલ હોવાનું રીપોર્ટમાં બહાર આવતા બોટાદ પોલીસે દુકાનના માલિક ગૌતમભાઈ કાનજીભાઈ ખાદળા અને સિરપ આપનાર રાજુભાઈ મનુભાઈ મકવાણા વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી બને શખ્સો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો----GUJARAT FIRST IMPACT : વાંકાનેરમાં નકલી ટોલનાકા મુદ્દે આખરે જાગ્યું તંત્ર, તપાસના આદેશ

Tags :
Advertisement

.

×