ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરત : ડાયરામાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવું ભારે પડ્યું ! પોલીસે ગુનો નોંધ્યો 

અહેવાલ---ઉદય જાદવ, સુરત સુરત જિલ્લાના વાલેસા ગામની સીમમાં આવેલા વાલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સાતમા પાટોત્સવ દરમિયાન આયોજિત ડાયરામાં હવામાં ફાયરિંગ કરવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા કોસંબા પોલીસ હરકતમાં આવી હતી અને આ અંગે...
03:28 PM Jun 02, 2023 IST | Vipul Pandya
અહેવાલ---ઉદય જાદવ, સુરત સુરત જિલ્લાના વાલેસા ગામની સીમમાં આવેલા વાલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સાતમા પાટોત્સવ દરમિયાન આયોજિત ડાયરામાં હવામાં ફાયરિંગ કરવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા કોસંબા પોલીસ હરકતમાં આવી હતી અને આ અંગે...
અહેવાલ---ઉદય જાદવ, સુરત
સુરત જિલ્લાના વાલેસા ગામની સીમમાં આવેલા વાલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સાતમા પાટોત્સવ દરમિયાન આયોજિત ડાયરામાં હવામાં ફાયરિંગ કરવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા કોસંબા પોલીસ હરકતમાં આવી હતી અને આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેજ પર ચડીને એક વ્યક્તિએ હવામાં રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું
માહિતી મુજબ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાલેસા ગામની સીમમાં આવેલા વાલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સાતમા પાટોત્સવ નિમિત્તે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન સ્ટેજ પર ચડીને એક વ્યક્તિએ હવામાં રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. આ અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.  આ વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી
પોલીસે ગુનો નોંધ્યો 
 આ અંગે કોસંબા પોલીસે ધાર્મિક ડાયરામાં પોતાની જિંદગી તથા બીજા જિંદગી જોખમાય એ રીતે રિવોલ્વરથી જાહેર કાર્યક્રમમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરનાર મોટી નરોલીના સામાજિક અગ્રણી નિલેશસિંહ ઉર્ફે દાદુભાઇ ફતેસિંહ ઠાકોરની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો---બોટાદ કસ્ટોડિયલ ડેથની ઘટના પર DGP એ ઉચ્ચ અધિકારીઓને લખ્યો પત્ર
Tags :
CrimepoliceSurat
Next Article