ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : વામનકદ મહિલા માટે અભિશાપ બન્યું, પરીવારે તરછોડ્યા, વૃદ્ધાશ્રમ બન્યો આશ્રય

સુરતના (Surat) 45 વર્ષના સવિતાબેન મુંડેને (Savita Munde) તેમના વામનકદને કારણે ઘર પરિવારથી દૂર ઓલ્ડ એઈજ હોમમાં રહેવાની નોબત આવી છે. વામનકદના કારણે પરિવારે તેમને તરછોડી દીધા છે.જ્યારે એક માત્ર વૃદ્ધાશ્રમે તેમને નવું જીવન આપ્યું છે. છેલ્લા એક વર્ષ થી...
10:32 AM Jul 06, 2023 IST | Viral Joshi
સુરતના (Surat) 45 વર્ષના સવિતાબેન મુંડેને (Savita Munde) તેમના વામનકદને કારણે ઘર પરિવારથી દૂર ઓલ્ડ એઈજ હોમમાં રહેવાની નોબત આવી છે. વામનકદના કારણે પરિવારે તેમને તરછોડી દીધા છે.જ્યારે એક માત્ર વૃદ્ધાશ્રમે તેમને નવું જીવન આપ્યું છે. છેલ્લા એક વર્ષ થી...

સુરતના (Surat) 45 વર્ષના સવિતાબેન મુંડેને (Savita Munde) તેમના વામનકદને કારણે ઘર પરિવારથી દૂર ઓલ્ડ એઈજ હોમમાં રહેવાની નોબત આવી છે. વામનકદના કારણે પરિવારે તેમને તરછોડી દીધા છે.જ્યારે એક માત્ર વૃદ્ધાશ્રમે તેમને નવું જીવન આપ્યું છે. છેલ્લા એક વર્ષ થી સવિતા બેન વૃધ્ધાશ્રમમાં રહેવા મજબૂર બન્યા છે.ઠીંગણાપણાના કારણે તેમને જાજરૂ-બાથરૂમ જવાની પણ તકલીફ હતી. હાલ ઓલ્ડ એઈજ હોમમાં રહે છે.

પરિવારે તરછોડ્યા

આ અંગે સવિતા બેન એ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત દરમિયાન પોતાની આપવીતી જણાવી હતી તેઓ મહારાષ્ટ્રના રહેવાસી છે. રાત-દિવસ ઘરકામ અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલવતાં હતા. પરંતુ પરિવાર સાથે બનતી ના હતી તો તેઓ સુરત આવી ગયા હતા ત્યાર બાદ ડીંડોલી વિસ્તારના મહાવીરનગર-1માં ચાલતા લોકકલ્યાણ વૃદ્ધાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઓલ્ડ એઈજ હોમમાં સમાજિક વ્યક્તિ ધર્મેશ ગામી દ્વારા જાણ કરવામાં આવતા. તેમણે વૃદ્ધાશ્રમમાં લઈ આવ્યા હતા. તેમના પરિવારે તેમનેના સ્વીકારવાની ના પાડતા તેઓ હાલ અહીં આશ્રિત બન્યા છે.

વામનકદ અને રૂપ સારું નહી હોવાથી ઘરમાંથી કાઢી મુક્યા

સવિતાબેન મુંડે અંગે વૃદ્ધા આશ્રમના ટ્રસ્ટી અનિલ બાગલેએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા સોસિયો સર્કલ પાસે થી સવિતાબેનને લાવ્યા હતા. તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે, વામનકદ અને રૂપ સારુ ન હોવાથી તેમના ભાઇ-ભાભીએ તેમને ઘરેથી કાઢી મુક્યા હતા. તેઓ મધ્યમવર્ગીય પરિવાર માંથી આવે છે ત્યાર બાદ આશ્રમ દ્વારા તેમનો સંપર્ક કર્યો તો તેમણે બેનનો સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો હતો. સવિતાબેનને જાજરૂ બાથરૂમની સમસ્યા છે તેથી તેની સારવાર કરાવી ફરીથી તેમને જાણ કરી છતા તેમણે સવિતાબેનને સ્વીકારવાની ના કહી હતી ત્યારથી તેઓ અમારી સાથે જ રહે છે.

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત

આ પણ વાંચો : SURAT : સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં ફરી એકવાર વરસાદની આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Disabled womanGujarati NewsSavita MundeSuratSurat Latest News
Next Article