ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલના પ્રખ્યાત ચિત્રકારએ ઓપરેશન સિંદૂરની બહાદુર મહિલા અધિકારીઓના ચિત્ર બનાવી અનોખી દેશભક્તિ દાખવી

ગોંડલના ચિત્રકારની અનોખી દેશભક્તિ, ઓપરેશન સિંદૂર પર બહાદુર મહિલા અધિકારીઓનું દીવાલ પર બનાવ્યું ચિત્ર
01:10 PM May 16, 2025 IST | Hardik Shah
ગોંડલના ચિત્રકારની અનોખી દેશભક્તિ, ઓપરેશન સિંદૂર પર બહાદુર મહિલા અધિકારીઓનું દીવાલ પર બનાવ્યું ચિત્ર
famous painter from Gondal showed unique patriotism by painting

Gondal : ગોંડલ મોંઘીબા હાઈસ્કૂલ ની દીવાલ પર ગોંડલ ઉપરાંત દેશ વિદેશ પણ ખ્યાતિ પામેલ મુસ્લિમ યુવાન અને ચિત્રકાર મુનિર બુખારીએ ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવનાર બે મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશી તેમજ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘનું ચિત્ર પોતે સ્વખર્ચે બનાવી અનોખી દેશ ભક્તિ દાખવી હતી.

ચિત્ર બનાવતા 18 કલાકથી વધુ સમય લાગ્યો હતો

પેઈન્ટર મુનિર બુખારીએ શહેરની મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ ની 30 ફૂટ પહોળી તેમજ 6 ફૂટ ઊંચી દીવાલ પર ઓપરેશન સિંદૂરનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. ચિત્રકાર મુનિર બુખારીને આ ચિત્ર બનાવતા બે દિવસમાં 18 કલાકથી વધુ સમયની મેહનત તેમજ 10 થી 12 લીટર કલરનો ઉપયોગ થયો હતો. આ પ્રોજેકટ માટે તેમણે વહિવટી તંત્રની મંજૂરી લીધી હતી.

શાળાએ અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓને પ્રેરણા મળશે

ચિત્રકાર મુનિર બુખારીએ જણાવ્યું હતું કે ગોંડલ મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ દીવાલ પર ચિત્ર બનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે શાળા ખાતે અભ્યાસ કરવા માટે આવતી વિદ્યાર્થીનીઓમાં આ ચિત્ર જોઈ પ્રેરણા તેમજ ઉત્સાહ વધે. ઓપરેશન સિંદૂર દરમ્યાન બંને મહિલા અધિકારીઓએ ભારતીય સેનાની બહાદુરીની સમગ્ર વિશ્વભર ના દેશોએ નોંધ લીધી છે. ચિત્રકાર મુનિર બુખારી આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ધરાવે છે. તેઓએ ઓસ્ટ્રેલિયા, દુબઈ અને અબુ ધાબી જેવા દેશોમાં વોલ પેઈન્ટ્સ બનાવી ખ્યાતિ મેળવી ચુક્યા છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Tags :
30x6 foot wall paintingColonel Sophia Qureshi portraitDeshbhakti wall paintingGirls school inspirational artGondal patriotic muralIndian military women artIndian women army officersInspiring school wall artInternational mural artist IndiaMunir Bukhari artistOperation Sindoor paintingOperation Sindoor tributePatriotic artwork IndiaWall art tribute Indiawing commander Vyomika Singh
Next Article