ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હાલોલ બાયપાસ રોડ પર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળે

હાલોલ ઓધોગિક વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિક બનાવતી ફેકટરીમાં ભીષણ આગ લાગતા આ વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી છે. આગને લઇ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાતા જોવા મળે છે. કોઈ ફેકટરીમાં આગ લાગી હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા...
07:22 PM May 14, 2023 IST | Dhruv Parmar
હાલોલ ઓધોગિક વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિક બનાવતી ફેકટરીમાં ભીષણ આગ લાગતા આ વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી છે. આગને લઇ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાતા જોવા મળે છે. કોઈ ફેકટરીમાં આગ લાગી હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા...

હાલોલ ઓધોગિક વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિક બનાવતી ફેકટરીમાં ભીષણ આગ લાગતા આ વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી છે. આગને લઇ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાતા જોવા મળે છે. કોઈ ફેકટરીમાં આગ લાગી હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

હાલોલ બાયપાસ રોડ પર આવેલા એક પ્લાસ્ટિકનાં દાણા બનાવતી ફેકટરીમાં આજે બપોરના સુમારે કોઈક કારણસર આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે તાત્કાલિક ધોરણે બનાવ અંગે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા પ્રાયસો હાથ ધરવામાં આવ્યા હતા. જ્યારે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક તરફનો માર્ગ વનવે કરાવ્યો હતો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ પણ વાંચો : ડમી કાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, ભાવનગર SOGની ટીમે કરી ધરપકડ

Tags :
fireGujarathalolpanchmahal
Next Article