ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal માં આશરે 10 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું,ફોરેસ્ટ વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ રેસ્કયુ કર્યું

Gondal માં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ કંટોલિયા રોડ પર ગોંડલી નદીના કિનારે 1 કલાકની મહા મહેનતે રેસ્ક્યુ કર્યું
06:00 PM Aug 19, 2025 IST | Mustak Malek
Gondal માં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ કંટોલિયા રોડ પર ગોંડલી નદીના કિનારે 1 કલાકની મહા મહેનતે રેસ્ક્યુ કર્યું
Gondal

ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે અવારનવાર સરીસૃપ પ્રાણીઓ નીકળતા હોય છે,વરસાદની સિઝનના લીધે ગોંડલના કેટોલિયા રોડ પાસે ગોંડલી નદીના કાંઠે વસાહત નજીક અજગર જોવા મળ્યો હતો,અજગર જોવાતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો,સ્થાનિક રહીશે સત્વરે વન વિભાગને જાણ કરી હતી અને ફોરેસ્ટ વિભાગના 4 કર્મચારીઓએ મહાકાય અજગર (ઇન્ડિયન રોક પાઇથન)નું 1 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Gondal માં  આશરે 10 ફૂટ લાંબો અજગર નદીની ઝાળીઓમાં બેઠો હતો

ગોંડલ કંટોલિયા રોડ પર ગોંડલી નદીના કાંઠે ઝૂંપડામાં રહેતા એક જાગૃત નાગરિકને મોડી રાત્રીના નદી કિનારે અજગર દેખાતા તેઓએ સર્પ પ્રેમી પ્રફુલભાઈ પીપળીયા (નાગરાજ) ને જાણ કરતા સ્થળ પર દોડી આવ્યા હતા અને ગોંડલી નદી કિનારે આવેલ વૃક્ષની જાળીઓમાં લાઈટ કરીને જોતા વિશાળ અજગર દેખાયો હતો. સર્પ પ્રેમી પ્રફુલભાઈએ અન્ય સર્પ પ્રેમી મયુરભાઈ તળાવીયાને જાણ કરી હતી ત્યારબાદ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ડી.એ. જાડેજા ની સૂચના થી રાઉન્ડ ફોરેસ્ટર ગોંડલ એચ.એમ. જાડેજા, રેસ્ક્યુ ટ્રેકર માધવભાઈ વ્યાસ, અજયભાઈ ઉપાધ્યાય સહિતની ટીમ ઘટના સ્થળે મોડી રાત્રીના દોડી ગયા હતા.

Gondal માં  એક કલાકની ભારે જહેમત બાદ અજગર રેસ્કયુ કરાયું

 ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ  એક કલાકની ભારે જહેમત બાદ વિશાળ મહાકાય અજગરને પકડી રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ઓફિસે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં ફોરેસ્ટ ઓફિસર એચ.એમ જાડેજાએ જણાવ્યું હતું કે આ વિશાળ અજગર (ઈન્ડિયન રોક પાયથન) ને ગોમટા રક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.

અહેવાલ: વિશ્વાસ ભોજાણી,ગોંડલ 

આ પણ વાંચો:    ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલાયા; તાપી નદીમાં 75,000 ક્યુસેક પાણી છોડાયું, નદીકાંઠાના ગામોને એલર્ટ

Tags :
Gondalgondal newsGondal Python rescuedGujarat FirstPython rescued
Next Article