ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mundra સોપારી કાંડમાં નવો વળાંક, આરોપીની પત્નિએ કોર્ટમાં અરજી આપી

અહેવાલ - કૌશિક છાયા,ક્ચ્છ  Mundra બંદરથી નીકળતાં કન્ટેનરોમાં ગેરકાયદેસર રીતે સોપારી ખસખસ તથા મરી જેવી ઘટનાઓ બનવા પાછળ ક્યાંય અને કયાંક કાયદાના રક્ષકોની મીઠી નજર હોય તે સિવાય સંભવ નથી. Mundra બંદરેથી નીકળેલ કન્ટેનરમાં સોપારી હોવાની આશંકા વચ્ચે અરૂણ પંડિતનાં...
09:29 AM Jan 02, 2024 IST | Maitri makwana
અહેવાલ - કૌશિક છાયા,ક્ચ્છ  Mundra બંદરથી નીકળતાં કન્ટેનરોમાં ગેરકાયદેસર રીતે સોપારી ખસખસ તથા મરી જેવી ઘટનાઓ બનવા પાછળ ક્યાંય અને કયાંક કાયદાના રક્ષકોની મીઠી નજર હોય તે સિવાય સંભવ નથી. Mundra બંદરેથી નીકળેલ કન્ટેનરમાં સોપારી હોવાની આશંકા વચ્ચે અરૂણ પંડિતનાં...

અહેવાલ - કૌશિક છાયા,ક્ચ્છ

 Mundra બંદરથી નીકળતાં કન્ટેનરોમાં ગેરકાયદેસર રીતે સોપારી ખસખસ તથા મરી જેવી ઘટનાઓ બનવા પાછળ ક્યાંય અને કયાંક કાયદાના રક્ષકોની મીઠી નજર હોય તે સિવાય સંભવ નથી.

Mundra બંદરેથી નીકળેલ કન્ટેનરમાં સોપારી હોવાની આશંકા વચ્ચે અરૂણ પંડિતનાં મેનેજર આશિષ પટેલનાં અપહરણ તથા ખંડણી માંગવાની અરજી બાદ થયેલ ફરીયાદમાં પંકિલ મોહતા તથા ક્રિપાલસિંહ ત્રિલોકસિંહ વાઘેલાની વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે. જયારે પુર્વ આઈ.જી. એ.કે. જાડેજા ભાણેજ ભાણુંભા તરીકે ઓળખનાર શૈલેન્દ્રસિંહ ઉર્ફે જયોતિભાઈની ૧૪ દિવસની રીમાન્ડ પુરી થતાં Court કસ્ટડીમાં પાલારા ભેગા થઈ ગયેલ ત્યાં જ આ Mundra કાંડના મુખ્ય કીરીટીસિંહ ઝાલા ભચાઉમાં દારૂનાં કેસમાં સરેન્ડર થતાં જ એ હકિકત મિશ્રિત બનતી હતી કે એક પછી એક બાકી રહેતા પોલીસ કર્મીઓ હાજર થઈ જશે અને તેમનાં વિરૂધ્ધ ચાર્જશીટ થતાં આ સમગ્ર બનાવમાં જેમની મુખ્ય ભુમિકા છે.

તેઓ ચોખ્ખા ચણક થઈને ઠામ ઘીમાં પડી જશે અને કાયમ માટે પડદો પડી જશે. પરંતુ આ ઘટનાક્મ ની વચ્ચે ફોજદારી કાર્યરિતી સંહિતા ૧૯૭૩ની કલમ ૭૦ થી વોરંટ હેઠળના ભાગેડું ગણાતા પોલીસ કર્મચારી રણવીર ઝાલાની પત્નિએ પોતાના ધારાશાસ્ત્રી મારફતે સ્પેશીયલ જજ (ACB) ભુજની સમક્ષ વોરંટની કાર્યવાહીને પડકારતી હોય તે રીતની અને વોરંટ નીકળતાં જામીનગીરી લઈને છોડી મુકવાની રજુ કરતાં તપાસનીશ અધિકારીને અદાલતે તેડું મુકેલ છે.

આઈ.જી.પી.જે.આર. મોથલીયાની વિરૂધ્ધમાં આક્ષેપો

રણવીરસિંહ ઝાલાનાં પત્નિએ કરેલી અરજીમાં બોર્ડર રેન્જનાં આઈ.જી.પી.જે.આર. મોથલીયાની વિરૂધ્ધમાં આક્ષેપો કરવામાં આવેલ છે કે, આ તમામ કાર્યવાહી આઈ.જી. જે.આર. મોથલીયાનાં કહેવાતી લેવડ - દેવડ થયેલ છે. અરજીમાં ભારતીય જનતા પાર્ટીનાં ધવલ આચાર્ય આઈ.જી.નાં રાજકીય રક્ષણદાતા હોવાનો આક્ષેપ છે. અરજીની સાથે સાથે ઘણા લાંબા સમય સુધી સોશ્યલ મીડીયામાં જે ઓડીઓ કલીપો ફરતી હતી અને તે Audio Clipની વિગતોમાં પણ આઈ.જી.જે.આર. મોથલીયાની સંડોવણી હોવાનું કહેવાઈ રહ્યું છે.આમ લાંબા સમયથી માત્ર ગણગણાટ તરીકેની વિગતો લેખિત સ્વરૂપમાં તથા ઈલેકટ્રોનીક પેન ડ્રાઈવ સ્વરૂપે અરજી સાથે રજુ થતા નામદાર અદાલત આ તથ્યો પ્રત્યે કેવું રૂખ અપનાવે છે તે જોવાનું રહેલ છે.

અંગ્રેજી નવા વરસનાં સમયના દિવસે શું થાય છે તેનાં ઉપર મીટ મંડાઈ

રણવીરસિંહ ઝાલાની પત્નિએ ACB Courtમાં ગાંધીધામનાં ફોજદારી ધારાશાસ્ત્રીશ્રી દિલીપકુમાર જોશીની સેવાઓ લઈને આ અરજી દાખલ કરાવેલ છે. Special જજ એસીબી એ અરજી તળે તપાસનીશ અધિકારીને તેડુ મુકતા તપાસનીશ અધિકારી વારોતરીયાએ લેખિત રજુઆત તળે સમય ની માંગણી કરતાં અંગ્રેજી નવા વરસનાં સમયના દિવસે શું થાય છે તેનાં ઉપર મીટ મંડાઈ છે.

લગભગ ૧૪-૧૪ દિવસની પોલીસ રીમાન્ડ

સોપારી કાંડમાં પકડાયેલાં તમામ લગભગ ૧૪-૧૪ દિવસની પોલીસ રીમાન્ડમાં ઘકેલાયેલા છે ત્યારે આ કાદાકીય જોગવાઈને ઉપયોગ કરીને અદાલત પાસેથી જામીનગીરી સબબની અરજી નવો શું રંગ લાવે છે તેની ચર્ચા પોલીસ તથા વકીલ વડામાં થઈ રહી છે.જો કે આ બાબતે થરાદના ડી.વાય.એસ.પી.વારોતરિયાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીની તપાસમાં કોઈ અધિકારીની સંડોવણી બહાર આવી નથી.

આ પણ વાંચો  - Suratમાં AAPના 12 પક્ષપલ્ટુ નગરસેવકોને નોટિસ

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSillegallymaitri makwanaMundraMundra betel nutMundra Port
Next Article