ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch : વિધર્મી યુવકે હિન્દુ તરીકે ઓળખ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું 

વિધર્મી ત્રણ સંતાનના પિતાએ હિન્દુ યુવતીને હિન્દુ તરીકે ઓળખ આપી દુષ્કર્મ બાદ સગપણ તોડાવ્યું.. વિધર્મી યુવકની પત્નીનો યુવતી ઉપર ફોન આવતા જ ભાંડો ફૂટ્યો.. instagramમાં હિન્દુ તરીકે ઓળખ આપી  પટેલ મેહુલ કનુભાઈ તરીકે આધાર કાર્ડ બતાવી ભોગ બનનારને પ્રેમ...
03:09 PM Aug 05, 2023 IST | Vipul Pandya
વિધર્મી ત્રણ સંતાનના પિતાએ હિન્દુ યુવતીને હિન્દુ તરીકે ઓળખ આપી દુષ્કર્મ બાદ સગપણ તોડાવ્યું.. વિધર્મી યુવકની પત્નીનો યુવતી ઉપર ફોન આવતા જ ભાંડો ફૂટ્યો.. instagramમાં હિન્દુ તરીકે ઓળખ આપી  પટેલ મેહુલ કનુભાઈ તરીકે આધાર કાર્ડ બતાવી ભોગ બનનારને પ્રેમ...
અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચ (Bharuch) જિલ્લાના પગુથણ ગામના વિધર્મી યુવકે પોતાને હિન્દુ તરીકે દર્શાવી  હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી નજીકના એક ગેસ્ટ હાઉસમાં વારંવાર લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બનતાં વિધર્મી યુવકે યુવતીને ગોળીઓ આપી ગર્ભ પડાવ્યો હતો. વિધર્મી યુવકની પત્નીનો ભોગ બનનાર ઉપર ફોન જતા જ યુવક વિધર્મી અને ત્રણ સંતાનો પિતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી હતી.
હિન્દુ તરીકે ઓળખાણ આપી
ભરૂચ તાલુકાના એક ગામની પીડીતાએ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે હું ભરૂચની એક કોલેજમાં મારી ભાભી સાથે એફવાયબીએ માં અભ્યાસ કરતી હતી અને નિયમિત કોલેજમાં જતી હતી તે પછી કોલેજમાં એક છોકરો નામે પટેલ મેહુલ કનુભાઈ (અસલી નામ સિરાજ રૂસ્તમ પટેલ) રહે પગુથણ સાથે સંપર્કમાં આવી હતી અને તેનું instagramમાં પ્રોફાઈલ પાર્થ તથા તેની આઇડી મેહુલ પટેલ હતી તેના ઉપરથી યુવક મેસેજ કરતો હતો અને તે સમયે બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી.
હિન્દુ કડવા પટેલ સમાજનો હોવાનું જણાવ્યું
 ફરિયાદીના જન્મદિવસે મિત્ર સાથે કોલેજના કમ્પાઉન્ડમાં બેઠી હતી ત્યારે મેહુલ (સિરાજ)એ ફરિયાદીને પ્રેમ સંબંધ માટે પ્રપોઝ કરેલ અને તે સમયે મેહુલે ફરિયાદીને કહેલ કે હું હિન્દુ કડવા પટેલ સમાજનો છું અને હું તારી સાથે લગ્ન કરવાની ખાતરી આપું છું. મેહુલ હિન્દુ તેમજ ફરિયાદીની જ્ઞાતિનો હોય તેવું માની પ્રેમ સંબંધ રાખ્યો હતો અને ત્યારબાદ મેહુલ પટેલ (સિરાજ રૂસ્તમ પટેલ) કે યુવતીને પોતાની બાઈક તેમજ ઈકોમાં બેસાડીને ફરવા લઈ જતો હતો.
દુષ્કર્મ આચર્યું
થોડા માસ અગાઉ ફેબ્રુઆરીના મહિનામાં પીડિતાને મેહુલ પોતાની બાઈક પર ભરૂચના સ્ટેશન રોડ ઉપર સરોવર ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેણીને શારીરિક સંબંધ બાંધવા માટે માંગણી કરી હતી. આપણે એક જ જ્ઞાતિના છે અને લગ્ન કરવાના છે તું ખોટી ચિંતા નહીં કર અને મારી ઉપર વિશ્વાસ રાખ તેમ કહેતા યુવતી મેહુલ (સિરાજ) ની વાતમાં આવી ગયેલ અને આરોપી મેહુલ (સિરાજ) ફરિયાદી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ફેબ્રુઆરી માસ બાદ ત્રણ મહિનાઓમાં કોલેજના સમયમાં આરોપી મેહુલ (સિરાજ) ફરિયાદીને કોલેજ ઉપરથી તેની બાઈક ઉપર સરોવર ગેસ્ટ હાઉસમાં વારંવાર લઈ જતો અને તેણી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. ત્યારબાદ યુવતી ગર્ભવતી બની હતી જે અંગેની જાણ મેહુલને કરવામાં આવતા મેહુલે ફરિયાદીને ગર્ભપાત માટેની ગોળીઓ લાવી આપી હતી અને ગોળીઓ ખવડાવી હતી.
પત્નીએ ફોન કરી ભાંડો ફોડ્યો
જૂન મહિનામાં ગૌરીવ્રત પછી અજાણ્યા નંબર ઉપરથી ફરિયાદીના નંબર ઉપર ફોન આવ્યો હતો અને ફરિયાદીને જણાવેલ કે હું રોઝમીના પટેલ બોલું છું. તમે મારા પતિ સિરાજ સાથે કેમ વાત કરો છો અને તમારા આ મોબાઈલ નંબરથી મારા પતિના મોબાઈલ ઉપર ફોન આવે છે જેથી ફરીયાદીએ જણાવ્યું કે સિરાજને હું ઓળખતી નથી જેથી રોઝમીનાએ ફરીયાદીને જણાવેલ કે મારા પતિ સિરાજના મોબાઈલ નંબર ઉપર તારો ફોન આવે છે. સિરાજનો મોબાઇલ નંબર મારા મોબાઈલમાં ચેક કરતા તે નંબર મેહુલનો હોય તેણે રોઝમીનાને જણાવેલ કે આ મોબાઈલ નંબર મેહુલનો છે.  સિરાજનો નથી ત્યારબાદ ફરિયાદીને મેહુલ મુસ્લિમ હોવા બાબતે શંકા જતા તેણે તપાસ કરતાં મેહુલે whatsapp ઉપર પોતાનું પટેલ મેહુલ કનુંભાઈ નામનું આધારકાર્ડ મોકલાવ્યું હતું અને ફરિયાદીએ જાતે તપાસ કરતા જાણવા મળેલ કે મેહુલ કનુ પટેલ હિન્દુ નહીં પરંતુ વિધર્મી સિરાજ રૂસ્તમભાઈ પટેલ છે.
વિધર્મી યુવક ત્રણ સંતાનનો પિતા
 તે ત્રણ બાળકોનો પિતા હોય અને હિન્દુ નામ ધારણ કરી ખોટા બોગસ દસ્તાવેજો હિન્દુ યુવતી સમક્ષ રજુ કરી તેણીને પ્રેમ જાળમાં ફસાવી તેણીની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હોવાનું સાબિત થતા પીડીતાએ તાબડતોબ નજીકના તાલુકા પોલીસ મથકે દોડી જઈ નરાધમ સામે દુષ્કર્મ સહિત ખોટા દસ્તાવેજો ખોટી ઓળખ ઉભી કરવા સહિત ipcની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા જ પોલીસે ગણતરીના કલાકોમાં જ વીધર્મી સિરાજ રૂસ્તમ પટેલની ધરપકડ કરી કાર્યવાહી કરી છે
માફી માગી
વિધર્મી યુવકે પીડિતા પાસે માફી માંગી હતી અને કહ્યું મારી ભૂલ થઈ ગયેલ છે. મારો ધર્મ છુપાવ્યો પરંતુ અમારે મુસલમાનમાં ચાર લગ્ન કરી શકાય જેથી તું મુસ્લિમ બની જા અને મારી સાથે લગ્ન કરી લે તું મારી નહીં થાય તો હું તને જીવવા નહીં દઉં તેમ કહેતા ફરિયાદીએ ફોન કટ કરી તાત્કાલિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો---શૌર્યનો રંગ ખાખી : ગુજરાત પોલીસની સેવાને બિરદાવવા અપાશે ‘ખાખી’ એવોર્ડ..!
Tags :
Bharuchlove jihadpoliceRape
Next Article