વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની અધ્યક્ષતામાં સિક્યુરિટી રિવ્યુ બેઠક યોજાઇ
ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ને હવે ગણતરીના દિવસો બાકી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી સુધી યોજાવનાર છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ના ઉપલક્ષે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની અધ્યક્ષતામાં સિક્યુરિટી રિવ્યુ બેઠક આજે યોજવામાં આવી હતી. વધુમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા સિક્યુરીટી વ્યવસ્થાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
સિક્યુરિટી રિવ્યૂ બેઠક
સિક્યોરિટી માટે 6500 પોલીસ જવાનો અને 500 હોમગાર્ડ રહેશે ખડેપગે
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દુનિયાભરના મહેમાન આવશે તેથી તેમની સિક્યોરિટી અને અન્ય સુવિધાઓ ઉપર ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સિક્યોરિટી વ્યવસ્થા અંગે વાત કરીએ તો 6500 પોલીસ જવાનો અને 500 હોમગાર્ડને આ જવાબદારી સોંપવામાં આપી છે. વધુમાં સરળતાથી લોકો વાહન પાર્ક કરે તેના માટે હાઇ ટેક્નોલોજીના માધ્યમથી મેપિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પહેલા વાયબ્રન્ટ ગુજરત પર અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા અને ઇન્વેસ્ટર ગુજરાતમાં ન આવે તેવા પ્રયાસ કરાતા હતા. પરંતુ વાયબ્રન્ટ ગુજરાતની સફળતા બાદ આ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. હવે વાયબ્રન્ટ ગુજરત દેશ વિદેશથી આવતા VVIP મહેમાનો માટે બધા જ પ્રકારની સુવિધા આયોજનબદ્ધ રીતે કરી રહ્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિશ્વભરમાંથી અગ્રણી કંપનીઓના ઉદ્યોગકારો અને પ્રતિનિધીઓ ગુજરાત આવશે અને ગુજરાત સરકાર દ્વારા પુરી પડાયેલી મદદના આધારે તેઓ ગુજરાતમાં રોકાણ કરશે જેનો સીધો લાભ ગુજરાતના રહિશોને મળશે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU છે અને ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં શરુ થવાની પણ શક્યતા છે.
આ પણ વાંચો -- Arvind Kejriwal : ‘ઇમાનદાર રાજનીતિ’ની વાતો કરનાર CM કેજરીવાલ ભ્રષ્ટાચારના આરોપો સાથે ગુજરાતના પ્રવાસે
આ પણ વાંચો -- Bollywood : બોલિવૂડ અભિનેતાઓએ આપ્યું PM મોદીને સમર્થન, લક્ષદ્વીપ પર્યટનના વખાણ કર્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર વન ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ અને આપે છે તમામ જાણકારી. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.