ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જોધપુરના શિવભક્તે શિવધામ કોટેશ્વર મંદિરને શુદ્વ ચાંદીનું થાળું ભેટ આપ્યું, ગૌશાળા માટે એક લાખનું આપ્યું દાન

રાજસ્થાનના જોધપુરમાં રહેતા દિનેશપુરી ગૌસ્વામીને આ કોટેશ્વર મહાદેવ પર અતૂટ શ્રદ્વા છે. તેમણે આ મંદિરને 8 કિલો વજનનું શુદ્ધ ચાંદીનું થાળું દાનમાં આપ્યું છે
11:48 PM Aug 04, 2025 IST | Mustak Malek
રાજસ્થાનના જોધપુરમાં રહેતા દિનેશપુરી ગૌસ્વામીને આ કોટેશ્વર મહાદેવ પર અતૂટ શ્રદ્વા છે. તેમણે આ મંદિરને 8 કિલો વજનનું શુદ્ધ ચાંદીનું થાળું દાનમાં આપ્યું છે

શક્તિપીઠ અંબાજી (Ambaji) થી 7 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવ મંદિર  (Koteshwar Mahadev Temple) આવેલું છે.આ મંદિર પૌરાણિક છે, શિવભકતો (Shiva devotees) અહીં દર્શનાર્થે આવતા હોય છે, આ મંદિર પાસેના પહાડમાંથી સરસ્વતી નદી નીકળે છે. આ કોટેશ્વર મહાદેવ મંદિરનો વહીવટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે એટલે કે આજે 4 ઓગસ્ટે રાજસ્થાનના જોધપુરમાં રહેતા દિનેશપુરી ગૌસ્વામી (Dineshpuri Goswami)ને આ કોટેશ્વર મહાદેવ પર અતૂટ શ્રદ્વા છે. તેમણે આ મંદિરને 8 કિલો વજનનું શુદ્ધ ચાંદીનું થાળું દાનમાં આપ્યું છે.

દિનેશપુરી ગૌસ્વામીને આ કોટેશ્વર મહાદેવ પર છે અતૂટ શ્રદ્વા

નોંધનીય છે કે રાજસ્થાનના દિનેશપુરી ગૌસ્વામી (Dineshpuri Goswami) અવાર નવાર આ કોટેશ્વર મંદિરના દર્શને આવે છે. તેમણે આજે શ્રાવણના બીજા સોમવારે 18 કિલો શુદ્ર ચાંદીનું અંદાજિત કિંમત ( એકવીસ લાખ)નું થાળું મંદિરને દાનમાં આપ્યું છે. આ ઉપરાંત મંદિરના હસ્તે ચાલતી ગૌશાળા માટે પણ 1,01,001( રૂ એક લાખ એક હજાર એક) નું દાન પણ આપ્યું છે.

કોટેશ્વર મહાદેવ મંદિર (Koteshwar Mahadev Temple) પ્રકૃતિના સૌદર્યમાં સરસ્વતી નદીના કિનારે આવેલ પાવન સ્થળ છે.માં સરસ્વતી નદીનું ઉદ્દગમ સ્થાન છે અને શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌશાળાનું સંચાલન પણ કરવામાં આવે છે. સોમવારે સવારે દાતાશ્રી દ્વારા પોતાના સપરિવાર સાથે કોટેશ્વર મંદિરના ચોકમાં શિવ રુદ્ર યજ્ઞ, પૂજન અર્ચન કરી વિધિ વિધાન સાથે ચાંદીનું થાળું દેવાધિદેવ મહાદેવના ચરણોમાં જડીત કરેલ છે. આ ચાંદીના થાળાથી શિવલિંગની શોભામાં અનેકગણો વધારો થયો છે. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીએ દાન સ્વીકારી દાતાશ્રીનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ:  શક્તિસિંહ રાજપુત,અંબાજી

 

આ પણ વાંચો:   Amreli : બાળસિંહનાં મોત મામલે MLA હીરા સોલંકીનું મોટું નિવેદન! કહ્યું-સરકાર ખૂબ જ ચિંતિત..!

Tags :
AmbajiDineshpuri GoswamiGujarat FirstKoteshwar Mahadev Temple
Next Article