ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat ના સચિન GIDCમાં બની ચોંકાવનારી ઘટના, પૂર્વ પતિએ જ કર્યું પત્નીનું અપહરણ,ઓરોપી પોલીસના સંકજામાં

Suratના સચિન GIDC વિસ્તારમાંથી પૂર્વ પતિ રાકેશ કીરાડએ પત્નીનું કર્યું અપહરણ, પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
07:28 PM Aug 25, 2025 IST | Mustak Malek
Suratના સચિન GIDC વિસ્તારમાંથી પૂર્વ પતિ રાકેશ કીરાડએ પત્નીનું કર્યું અપહરણ, પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
Surat...............

 

સુરતમાંથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં ફિલ્મી ઢબે એક મહિલાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે સઘન તપાસ હાથ ધરતા અપહરણનો ભેદ ખુલ્યો હતો,જેમાં આરોપી બીજું કોઈ નહીં, પરંતુ મહિલાનો પૂર્વ પતિ રાકેશ કીરાડ જ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

Surat માં પૂર્વ પતિએ જ કર્યું પત્નીનું અપહરણ

સુરતના સચિન  GIDC વિસ્તારમાં  શુક્રવારે સાંજે અપહરણની ઘટના બની હતી, જ્યારે મહિલા નોકરી પરથી ઘરે પરત જઈ રહી હતી ત્યારે રાકેશે બોલેરો પીકઅપ વાનમાં આવીને મહિલાને બળજબરીથી ગાડીમાં બેસાડી અને અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી.પોલીસે છોટાઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટ પરથી રાકેશ કીરાડને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

Surat પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

નોંધનીય છે કે આ અપહરણ કેસમાં પોલીસે મહિલાને સલામત રીતે છોડાવી હતી, આ કેસ સંદર્ભે પોલીસે જણાવ્યું હતું કે દોઢ વર્ષ અગાઉ બંનેના સમાજ મારફતે છૂટાછેડા થયા હતા, છૂટાછેડા બાદ પણ રાકેશ પૂર્વ પત્નીને પાછી મેળવવા માગતો હતો, જેના કારણે તેણે આ અપહરણનું કાવતરું રચ્યું. બંનેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતાં, જેમાંથી ચાર માસના દીકરાનું અગાઉ અવસાન થયું હતું, જ્યારે અઢી વર્ષની દીકરી રાકેશ સાથે રહેતી હતી. સચિન GIDC પોલીસે રાકેશ કીરાડની ધરપકડ કરી, તેની સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે.

આ પણ વાંચો:  Ahmedabad : Sabarmati Riverfront નો વોકવે આજે પણ બંધ, તંત્રની પ્રવેશ ન કરવાની અપીલ

Tags :
Ex-Husband Rakesh KiradGujarat FirstGujarat PolicekidnappingSachin GIDCSuratSurat newsSurat Police
Next Article