ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અંજારમાં સમસ્ત હિંદુ સમાજ દ્વારા મૌન રેલી યોજાઇ

અહેવાલ - રિપોર્ટ.કૌશિક છાયા.ક્ચ્છ   ઐતિહાસિક શહેર અંજારમાં ધાર્મિક સ્થળોની બાજુમાં તેમજ બજારમા ખુલ્લેઆમ માંસ મટનનું વેચાણ થાય છે જેના પર રોક લગાવવા માટે આજે સમસ્ત હિંદુ સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. સરકાર ઘ્વારા નોનવેજના વેચાણ માટે માર્કેટ...
03:31 PM Jun 26, 2023 IST | Hiren Dave
અહેવાલ - રિપોર્ટ.કૌશિક છાયા.ક્ચ્છ   ઐતિહાસિક શહેર અંજારમાં ધાર્મિક સ્થળોની બાજુમાં તેમજ બજારમા ખુલ્લેઆમ માંસ મટનનું વેચાણ થાય છે જેના પર રોક લગાવવા માટે આજે સમસ્ત હિંદુ સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. સરકાર ઘ્વારા નોનવેજના વેચાણ માટે માર્કેટ...

અહેવાલ - રિપોર્ટ.કૌશિક છાયા.ક્ચ્છ

 

ઐતિહાસિક શહેર અંજારમાં ધાર્મિક સ્થળોની બાજુમાં તેમજ બજારમા ખુલ્લેઆમ માંસ મટનનું વેચાણ થાય છે જેના પર રોક લગાવવા માટે આજે સમસ્ત હિંદુ સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. સરકાર ઘ્વારા નોનવેજના વેચાણ માટે માર્કેટ બનાવાઈ છે છતા શહેરભરમાં મટનનુ જાહેરમાં વેચાણ થઈ રહયુ છે

સમસ્ત હિંદુ  સમાજ દ્વરા મૌન રેલી 

અંજારમાં જેસલ તોરલ, અજેપાળ દાદના મંદિર જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે અને દેશ વિદેશથી લોકો આવતા હોય છે ત્યારે માસ મટનની દુકાનો તથા નોનવેજની લારીઓથી અંજારની એક ખોટી છાપ ઉત્પનન થાય છે જેના કારણે આજુબાજુના વેપારી ભાઈઓ તથા રહેવાસીઓને પલાયન થવાની પણ ફરજ પડે છે.

 

હાઈકોર્ટ ઘ્વારા પણ જાહેર જગ્યા અને જાહેર રસ્તા પર માસ મંટન વેચાણ પર પ્રતિબંધ લગવવા માટે આદેશ અપાયો છે છતા પણ હાલમાં અંજારમાં ઠેકઠેકાણે માસ મટનનું વેચાણ કરવામાં આવે છે.જેનાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. જુની લાકડા બજારથી મેમોરીયલ પાર્ક, જુના વીર બાળ સ્મારકની ભૂમિ સુધી પહોંચવા માટેનો જરૂરી એવો અને ત્યાંથી થઈને ખત્રી બજાર, માલા શેરી તથા જૈનોના પવિત્ર મંદિર દાદાવાડી તરફ જતા રસ્તામાં આવતા ૯ મીટરથી ઉત્તર તરફ લક્ષ્મી ટોકીઝ સુધીના માર્ગમાંથી યાત્રાળુઓની ધાર્મિક લાગણી દુભાય છે. ટુંક સમયમાં પવિત્ર શ્રાવણ માસ તથા પર્યુષણ શરૂ થવાના હોવાથી હિન્દુ સમાજની લાગણીને લક્ષમાં રાખીને તાત્કાલીક અસરથી નોનવેજની જાહેરમાં દુકાનો કાયમી ધોરણ વેચાણ બંધ કરાવાય તે માટે 3 કિલોમીટર લાંબી રેલી યોજવામાં આવી હતી.

આપણ  વાંચો -ભરૂચ : ક્યાંક તંત્રની બેદરકારી તો ક્યાંક વાહન ચાલકની ભૂલ, છેલ્લા 20 દિવસમાં થયા અનેક અકસ્માતો

 

Tags :
AnjarCool Hindu societyKutchProhibition of sale of nonvegetablessilent rally
Next Article